• ગુરુવાર, 01 મે, 2025

નારાણપરના દાતા દ્વારા 20 લાખનું આંખ સારવાર મશીન અર્પણ

કેરા, તા. 15 : ભુજની માતા મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરને અત્યાર સુધી આંખના વિભાગ માટે 1.5 કરોડના ઉપકરણ વસાવી આપ્યા છે તે નાનજીભાઈ પિંડોરિયાએ 20 લાખનાં દાન સાથે વધુ એક મશીન દાન આપ્યું હતું. એન. કે. પિંડોરિયા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ અને કચ્છમિત્ર પ્રાયોજિત રોશની કેમ્પના પ્રણેતા મૂળ નારાણપર (રાવરી) હાલે ભુજ રહેતા નાનજીભાઈ કાનજી પિંડોરિયા ધ.પ. રાધાબેન, પૂત્રો ઈશ્વર અને કિશોરભાઈ સહપરિવારે આંખની સારવાર માટે આધુનિક ઉપકરણ કચ્છના દર્દીઓની સેવામાં અર્પણ કર્યું હતું.  આ પ્રસંગે સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, મોભી અરજણભાઈ પિંડોરિયા, કેશરાભાઈ પિંડોરિયા તથા ત્રણે પાંખના સભ્યો સમેત ઉપસ્થિત રહી ટ્રસ્ટ વતી દાતા પરિવારનો આભાર માની સન્માન કર્યું હતું. નાનજીભાઈ પિંડોરિયાના શિક્ષણપ્રેમને બિરદાવતાં કચ્છના દર્દીઓ માટે સારા લેન્સ સાથેની મફત સર્જરીઓના `રોશની' કેમ્પની પ્રેરણા આપવા બદલ ઋણ સ્વીકારાયું હતું. આ પરિવાર દ્વારા ટ્રસ્ટના આંખ વિભાગમાં અત્યાર સુધી કરોડો રૂપિયાનાં દાન સાથે નેત્રનિદાનના આધુનિક મશીનો દાન અપાયાનો ઉલ્લેખ કરાયો હતો. આ ક્રમમાં વધુ 20 લાખનું દાન ટ્રસ્ટને અપાયું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd