• રવિવાર, 08 માર્ચ, 2026

મેઘપર (કું)માં રમતા રમતાં પડી ગયેલી ચાર વર્ષીય માસૂમ બાળકીનું મોત

ગાંધીધામ/ભુજ, તા. 7 : અંજાર તાલુકાના મેધપર કુંભારડીમાં રમતા રમતા પડી ગયેલી ચાર વર્ષીય બાળકી આરાધ્યા વિજય પરમારનું મોત નીપજયું હતું. મુંદરા તાલુકાના હટડીના ડેમમાં ભેંસો ચરાવા ગયેલો 17 વર્ષીય કિશોર ઇશ્વર રામજીભાઇ કોળી ડૂબી જતા મોતને ભેટયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 6ના બપોરે 11.45  વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી બાળકી  ઘરે રમતા રમતા સોફા ઉપરથી પડી  ગઈ હીત. તેણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી પરંતુ સારવાર દરમ્યાન બાળકીએ દમ તોડી દીધો હતો.  કુમળી વયની બાળકીના મોતથી પરિવારજનોમાં ગમગીની પ્રસરી  ગઈ હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ રાપર તાલુકાના પલાંસવાના અને હાલે હટડી રહેતા શ્રમજીવી એવા રામજીભાઇના 17 વર્ષનો પુત્ર ઇશ્વર ગઇકાલે હટડીના ચેકડેમ બાજુ ભેંસોને ચરવા માટે ગયો હતો. દરમ્યાન ચેકડેમમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયાની વિગતો રામજીભાઇએ મુંદરા પોલીસ મથકે જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd