• રવિવાર, 08 માર્ચ, 2026

ગાંધીધામની શાખામાંથી 15 વિદ્યાર્થીને સી.એ.ની પદવી

ગાંધીધામ, તા. 7 : ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા ગત જાન્યુઆરી, 2026માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ  જાહેર થયું હતું, જેમાં ગાંધીધામ બ્રાન્ચના કુલ 15 ઉમેદવાર  પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. આ પરીક્ષામાં બંને ગ્રુપનું   પરિણામ 10.97 ટકા આવ્યું હતું. દેશભરમાંથી સી.એ. ફાઈનલની પરીક્ષા કુલ 1,14,114 વિદ્યાર્થીએ આપી હતી, જેમાં બંને ગ્રુપની પરીક્ષા આપનાર કુલ 22,293 પૈકી 2,446, જ્યારે ગ્રુપ-1માં 53,652 વિદ્યાર્થીઓમાંથી 11,282 અને ગ્રુપ-2માં 38,169માંથી 3,726 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ પરિણામ બાદ કુલ  7,590 જેટલા વિદ્યાર્થીઓ સી.એ. બન્યા હતા. ગાંધીધામ સી.એ. બ્રાન્ચના ચેરમેન સી.એ. વિરાગ આચાર્યે વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, ગાંધીધામ સેન્ટર પરથી ટોટલ 15 જેટલા વિદ્યાર્થીઓ સી.એ. બન્યા છે, જેમાં તુષાર ચતુર્વેદી, રાહુલ મીના, ભાવેશ શિહાણી, દૃષ્ટિ પલણ, કુશલ કાલવાણી, વિપુલભાઈ પટેલ, જિગર ડાભી, કૃપા ઠક્કર, ભક્તિ ઠક્કર, પલ્લવ સેતા, હર્ષ પારેખ, દિયા ગુપ્તા, સ્નેહા સમોતા, હેમલકુમાર પાટડિયા, પ્રખર ગર્ગનો સમાવેશ થાય છે. 

Panchang

dd