મુલાકાત : ઉદય અંતાણી : માત્ર ગુજરાત વિધાનસભા જ નહીં, પરંતુ ભાજપ શાસિત દેશના તમામ રાજ્યોની વિધાનસભાના
પ્રથમ મહિલા સ્પીકર બનેલાં ડો. નીમાબેન આચાર્યએ અબડાસા, અંજાર, ભુજ
સહિતની ત્રણ બેઠક ઉપર ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું છે. ત્રીરોગ નિષ્ણાત તરીકે ગાંધીધામમાં કારકિર્દી શરૂ કરી ત્યારે તેમનું એક જ ધ્યેય હતું મહિલાઓ અને ખાસ કરીને ગ્રામ્ય
વિસ્તારની બહેનોને આર્થિક પગભર બનાવવી. આ કાર્ય તેમના રાજકારણમાં આવવાનો માર્ગ બન્યું
અને પ્રથમ મહિલા સ્પીકર બનવાનું પણ ગૌરવ મળ્યું.
તેમણે મહિલાઓને હંમેશાં સકારાત્મક વિચાર સાથે
જ કાર્ય કરવા કચ્છમિત્ર સાથેની વાતચીતમાં
અનુરોધ કર્યો હતો. - સેવાકીય અને
રાજકીય કાર્યનો આરંભ કઈ રીતે થયો? : જીવનનું એક
ધ્યેય હતું કે, તબીબી વ્યવસાય સાથે મહિલાઓના
વિકાસ માટે કાર્ય કરવું અને તેને આગળ વધારવાની શરૂઆત ગાંધીધામથી કરી. ગ્રામ્ય વિસ્તારની
બહેનોને પગભર કરવા માટે અખિલ કચ્છ મહિલા ઉત્કર્ષ
મંડળની સ્થાપના કરી અને હસ્તકળા ક્ષેત્રે કામ
કરતી બહેનોને શિક્ષણ અને પગભર કરવા માટે તેમજ બહેનો આપઘાત ઘણા કરતી હતી, જેથી આપઘાત નિવારણ રથયાત્રા ગાંધીધામથી
ગઢશીશા સુધી યોજી. તત્કાલીન સરકારનો પણ સહયોગ મળ્યો. સ્વામી સચ્ચિદાનંદજીએ આશીર્વચન
આપ્યા. આ રથયાત્રાના આયોજન પછી સરકાર દ્વારા મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરમેન બનાવ્યા. તત્કાલીન મુખ્યમંત્રી
ચીમનભાઈ પટેલે સરકારના પૈસા ગ્રામ્ય વિસ્તારની બહેનો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. અને આ જ કાર્યક્રમ થકી અબડાસા ધારાસભ્ય તરીકેની ટિકિટ કોંગ્રેસ દ્વારા અપાઈ - કદી સંઘર્ષ કરવો પડયો ? : સંઘર્ષ વિના
કોઈને કાંઈ મળતું જ નથી. પ્રશ્નો આવે તેનો આત્મવિશ્વાસ રાખી તેની સામે લડવું જોઈએ. કોઈ પણ સમસ્યા આવે તો હતાશ ન થઈ નકારાત્મક
ન વિચારી ઉકેલ માટે આગળ આવવું. વિધાનસભામાં કોંગ્રેસની પાટલી ઉપર બેસીને કહ્યું કે, નરેન્દ્રભાઈ જે ધારશે તે કરશે. એ મારો અંતરાત્માનો
અવાજ હતો. - કચ્છમાં સ્ત્રી
સશક્તિકરણ : કચ્છમાં આજે મહિલાઓમાં જાગૃતિ ખૂબ આવી છે. મહિલાઓ
આજે સમય સાથે કદમ મિલાવે છે અને દરેક ક્ષેત્રમાં આગળ વધી છે. કચ્છમાં હજુ હસ્તકલાના
ક્ષેત્રને આગળ વધારવાની દિશામાં અને ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને શિક્ષિત કરવાની દિશામાં
કાર્ય હજુ પણ થવું જોઈએ. સ્નાતકની સુવિધા નથી મળતી તે થવી જોઈએ. - ઘર અને વ્યવસાય વચ્ચે સંતુલન
: બહેનોનું મનોબળ મજબૂત હોય છે. ઈશ્વરે મહિલાઓને
શક્તિ આપી હોય છે, એટલે જ ત્રી
પરિવાર અને વ્યવસાય વચ્ચે સારી રીતે સંતુલન રાખી શકે છે, તેમને
હોસ્પિટલ, રાજકારણ અને
સમસ્ત પરિવાર પ્રત્યેની જવાબદારી સુપેરે નિભાવવી અઘરું ન લાગ્યું, પણ ઉત્સાહ હતો અને તેનો આનંદ પણ હતો. - વિધાનસભા અધ્યક્ષ તરીકેનો અનુભવ : વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિશ્વાસ મૂક્યો હતો. પ્રોટેમ સ્પીકર તરીકે બે વખત
જવાબદારી મળી હતી, પરંતુ સ્પીકરની
પેનલમાં હતા જેથી અગાઉ ગૃહના સંચાલનની કામગીરી કરી હતી. આ કાર્યકાળ દરમ્યાન તમામ નિર્ણયો
સર્વાનુમતે લેવાયા અને અધ્યક્ષ તરીકે ગૃહમાં તમામ સભ્યોને સમાન તક આપી તેનો સંતોષ હોવાનું
તેમણે કહ્યું હતું.