• રવિવાર, 08 માર્ચ, 2026

ક્રિકેટમાં પણ મહિલાઓ કમ નથી

અર્પિત ગંગર દ્વારા : મુંબઈ, તા. 7 : મહિલાઓ આમ તો ઘણા સમયથી ક્રિકેટનો મોરચો પણ ગજવી રહી છે, પણ ગયાં વર્ષે ભારતની વૂમન્સ ટીમે વર્લ્ડકપ જીત્યા બાદ કન્યાઓમાં ક્રિકેટનું આકર્ષણ વધ્યું છે. મુંબઈમાં ત્રણ મહિલા હેતલ ગાલા, ઉર્વી વીરા અને બિનલ છેડાએ ગયાં વર્ષથી ટર્ફ વિકેટ પરની મહિલા ક્રિકેટ સ્પર્ધા શરૂ કરી છે, ત્યારે કન્યાઓને ક્રિકેટનું મજબૂત પ્લેટફોર્મ મળે અને સાથે જ મહિલાઓ આવા ફિલ્ડમાં પણ આગળ વધી શકે છે, એવો સંદેશ પણ આપવાનો હતો. આ ત્રણેય મહિલાએ એચ.યુ.બી. સ્પર્ધા શરૂ કરી, જેથી પુરુષનું પ્રભુત્વ ધરાવતી રમતમાં મહિલાઓને મહત્ત્વાકાંક્ષા અને પરસેવો પાડવા, તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા પ્રોત્સાહિત કરી શકાય. નાના પાયે શરૂ થયેલી સ્પર્ધાને બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો. એચ.યુ.બી. એક ઈન્ટર-ગામ કે.વી.ઓ. કિક્રેટ લીગ છે. તેની પહેલી સિઝન ગયાં વર્ષે યોજાઈ હતી અને બીજી સિઝન પાંચમી એપ્રિલે યોજાવાની છે. આ વખતે તે વધુ મોટી અને સારી યોજાવાની તૈયારી છે. ગયાં વર્ષે 16 ટીમ અને લગભગ 160 ખેલાડીએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ વર્ષે 20 ટીમ અને 200 ખેલાડીએ નોંધણી કરાવી છે. એચ.યુ.બી. મહિલા પ્રીમિયર લીગનો સંદેશ જોરદાર અને સ્પષ્ટ છે : `બધી મહિલાઓ માટે - તમે સક્ષમ છો, તમે મજબૂત છો અને તમે ચેમ્પિયન છો! ચાલો રમીએ, ચાલો જીતીએ, ચાલો પ્રેરણા આપીએ.

Panchang

dd