ભુજ, તા. 15 : જાણીતા વેપારી આગેવાન અને લોહાણા
સમાજના અગ્રણી સ્વ. ભાનુભાઇ મનજી ઠક્કર (નકવાણી)ની યાદમાં હોળી પર્વ નિમિત્તે ધુળેટીનો
તહેવાર છેવાડાના બાળક પણ આનંદથી માણી શકે તે માટે રંગ-પિચકારીની કિટ તૈયાર કરીને આપવામાં
આવી હતી. સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સત્યમના
અધ્યક્ષ દર્શકભાઇ અંતાણીએ પ્રસંગનું મહત્ત્વ સમજાવ્યું હતું. સ્મિતાબેન અંતાણી, ઉમાબેન સોની, ભૂમિ કાર્તિક
અંતાણી, દક્ષાબેન ડુડિયા, ઉર્મિબેન શિવાંગ
અંતાણી તેમજ માધવ ડુડિયા વિગેરેના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વ. ભાનુભાઇના
પુત્ર અને ભુજ નગરપાલિકાના પૂર્વ સેનિટેશન ચેરમેન અને કોમર્શિયલ બેંકના ડાયરેક્ટર ધીરેનભાઇ
ઠક્કર તેમજ હિરેનભાઇ ઠક્કર દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.