• બુધવાર, 22 મે, 2024

ભુજ 41.2 ડિગ્રીએ રાજ્યમાં ગરમ

ભુજ, તા. 11 : સૂરજબારીથી સરહદ સુધી સર્વત્ર સૂર્યનું સામ્રાજ્ય છવાયેલું રહેતાં ગરમાગરમ ગુરુવાર માંડ માંડ પસાર કરનાર કચ્છનું જનજીવન ચૈત્રની ત્રીજે તીવ્ર તાપથી ત્રાહિમામ રહ્યું હતું. જિલ્લા મથક ભુજ આજે 41.2 ડિગ્રી સેલ્સિયસ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી ગરમ મથક રહ્યું હતું. કલાકના માત્ર કિ.મી.ની. ગતિવાળા ઉત્તર-પશ્ચિમી પવનો આકરા તાપ સામે રક્ષણ આપવાની ભૂમિકા ભજવી શક્યા નહોતા. રાપર અને ખાવડામાં 38 ડિગ્રી સાથે વાગડ પંથક તેમજ રણકાંધીના સીમાવર્તી ગામોમાં પણ ગ્રામીણ જનજીવન દિવસભર ઉકળાટમાં અકળાઈને હાંફી ગયું હતું. આગામી શનિવારથી બે-ત્રણ દિવસ દરમ્યાન કવેળાના વરસાદના વર્તારાએ ખેડૂતોની ચિંતા વધારી છે. ગરમી વધતાં તરબૂચ, સક્કરટેટી જેવાં `પાણીદાર' ફળોની બજારમાં `તાપ પ્રેરિત' તેજી જોવા મળી હતી. લૂ લાગવી, માથું દુ:ખવું, પેટમાં ગરબડ જેવી `મોસમી' માંદગીઓનું પ્રમાણ પણ વધ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang