• મંગળવાર, 17 માર્ચ, 2026

ભોજાય ખાતે પડદા રોગ શિબિરમાં 48 દર્દી જોડાયા

ભોજાય (તા. માંડવી), તા. 16 : ભોજાય સર્વોદય ટ્રસ્ટની રતનવીર આંખની હોસ્પિટલમાં પ્રતિ મહિને આંખના પડદા રોગ માટેની વિશિષ્ટ શિબિરનું આયોજન કરવામાં આવે છે. ડો. ભાણજી ઉમરશી ગડા રેટીના સેન્ટરના ઉપક્રમે 14 માર્ચના પડદા માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. પ્રસિદ્ધ રેટીના સર્જન ડો. વિશાલ દેઢિયા (વડોદરા)એ પડદામાં કાંણું, પડદાનું ખસી જવું, નસમાં લોહીનું ગંઠાઇ જવું, આંખમાં લોહીનો સ્રાવ થવો જેવી તકલીફોથી પીડાતા 48 દર્દીની તપાસણી કરી હતી. આમાંથી દસ દર્દીને આંખમાં ઇંજેક્શન (આઇ.વી.ટી.) આપવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ દર્દીનાં પડદાનાં સફળ ઓપરેશનો રાહતના દરે કરવામાં આવ્યાં હતાં. ઓપરેશનમાં આસિસટન્ટ તરીકે સતીશ જોશી, સુનીલ ભાટી અને નવીન જંજક હાજર હતા. ઓ.પી.ડી. અને વોર્ડની વ્યયસ્થા નીલેષ મૈશરી, લક્ષ્મીચંદ ગોસર, યશ જાડેજા, ધર્મેન્દ્ર પાસીએ સંભાળી હતી. આ કેમ્પને અંતરા જ્વેલર્સે સ્પોન્સર કર્યો હતો.

Panchang

dd