• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

દહીંસરા ગામમાંથી પસાર થતાં ઓવરલોડ વાહનોથી રોષ ફેલાયો

દહીંસરા (તા. ભુજ), તા. 23 : ભુજ-માંડવી હાઇવે એક કિ.મી. જેટલો દહીંસરા ગામની મધ્યમાંથી પસાર થાય છે. અહીંથી પસાર થતાં ભારેખમ વાહનોથી સતત અકસ્માતનો ભય રહેતો હોવાની ફરિયાદ ઊઠી હતી. માર્ગે હાઇસ્કૂલ, કન્યાશાળા, બાલમંદિર, પી.જી.વીસીએલ કચેરી, ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફિસ, બેંકો, મંદિરો, બસ સ્ટેશન, શાકમાર્કેટ, ગઢશીશા, કેરા આવેલાં છે. અવારનવાર ટ્રાફિકજામ-પ્રદૂષણથી પ્રજા ત્રાસી ગઇ છે અને નાના-મોટા અકસ્માતો થતાં રહે છે. ભારેખમ ઓવરલોડ વાહનો ધોળા દિવસે પસાર થતાં હોવાથી જીવ પડીકે બંધાય છે. આવા ઓવરલોડ વાહનો રાત્રે નવ વાગ્યાથી વહેલી સવાર પાંચ વાગ્યે પસાર થાય તો સમસ્યાનો હલ આવી શકે તેમ છે અને લોકો-વાહનચાલકોને રાહત થાય એવું જાગૃત લાકો જણાવે છે. બાબતે તંત્ર ધ્યાન આપતું નથી તેથી સમસ્યાઓ બેકાબૂ થઇ લોકોને મુશ્કેલીઓ સર્જે છે. ઓવરલોડ વાહનો આર.ટી..ના નિયમો ઘોળીને પી જાય છે. કોઇપણ નિશાનીઓ લગાવ્યા વગર દોડે છે. નિયમોની અનદેખી અકસ્માત નોતરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang