• સોમવાર, 30 નવેમ્બર, 2026

મોદી સરકાર માટે સીમાંકનનો માર્ગ મોકળો !

નવી દિલ્હી, તા.29 : સીમાંકન અને 0pt;line-height:115%; font-family:"Nirmala UI",sans-serif;mso-ansi-language:EN-US">મહિલા આરક્ષણ વિધેયક પસાર કરવા માટે આવતીકાલથી મળનારી સંસદની વિશેષ બેઠક પહેલાં આજે દેશનાં રાજકારણમાં ભારે વ્યસ્ત અને દોડધામભર્યો દિવસ બની ગયો હતો.કેન્દ્ર સરકાર ત્રણ મહત્ત્વપૂર્ણ વિધેયકો (બિલ) રજૂ કરવાની તૈયારી કરી રહી છે.આને ધ્યાનમાં રાખીને સત્તાપક્ષ અને વિપક્ષ બંનેએ પોતાના લોકસભાના સાંસદો માટે 3-લાઈન વ્હીપ જારી કર્યો છે.તમામ સાંસદોને ગૃહમાં પોતાની અનિવાર્ય હાજરી સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ દરમિયાન રાજકીય પક્ષોએ આ વિધેયકોને લઈને પોતાની રણનીતિ પણ તેજ કરી દીધી છે.વિપક્ષે આ ખરડાને પછાડવા માટે ભારે જોર લગાડયું છે, પણ સરકારને ભરોસો છે કે, લોકસભામાં આ ખરડો આસાનથી પસાર થઈ જશે.ભાજપને 370 સાંસદોનો ટેકો મળવાનો વિશ્વાસ છે.સૂત્રોનાં હવાલેથી આવતાં અહેવાલો અનુસાર સરકારને 370થી વધુ સાંસદોનાં સમર્થન અંકે કરી લેવામાં સફળતા મળી ગઈ છે.સંસદનું વિશેષ સત્ર આવતીકાલ 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2026 દરમિયાન યોજાવાનું છે.આ દરમિયાન કેન્દ્ર સરકાર બંધારણ (131મો સુધારો) વિધેયક-2026, સીમાંકન (બીજું) વિધેયક-2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારો) (બીજું) વિધેયક-2026 રજૂ કરવાની છે.વિપક્ષી દળોએ આ દરખાસ્તોનો વિરોધ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.ખાસ કરીને સીમાંકન સાથે જોડાયેલા વિધેયકને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા થવાની શક્યતા છે.સમાજવાદી પાર્ટીના સંસદીય દળના મુખ્ય સચેતક ધર્મેન્દ્ર યાદવે 28 નવેમ્બરના રોજ પાર્ટીના તમામ લોકસભા સાંસદો માટે 3-લાઈન વ્હિપ જારી કર્યો હતો.આ વ્હીપમાં તમામ સભ્યોને વિશેષ સત્રના સમગ્ર સમયગાળા દરમિયાન ગૃહમાં હાજર રહેવા અને સરકાર દ્વારા પ્રસ્તાવિત ત્રણેય વિધેયકોની વિરુદ્ધમાં મતદાન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ વ્હિપ દ્વારા સમાજવાદી પાર્ટી ગૃહની અંદર પોતાની એકતા દર્શાવવા માગે છે.લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના મુખ્ય સચેતક કે.સુરેશે પણ વ્હિપ જારી કર્યો છે.તેમાં પાર્ટીના તમામ સાંસદોને 30 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ગૃહમાં હાજર રહેવા અને પાર્ટીના વલણને સમર્થન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.આપે પણ પાર્ટીના તમામ લોકસભા સાંસદો માટે વ્હિપ જારી કર્યો છે.તેમાં તેમને 30 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ગૃહમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ પણ પોતાના તમામ સાંસદો માટે વ્હીપ જારી કર્યો છે.પાર્ટીએ તેમને સંસદમાં હાજર રહેવા અને 29 નવેમ્બરની સાંજે યોજાનારી પાર્ટીની બેઠકમાં સામેલ થવાનો આદેશ આપ્યો છે.માનવામાં આવે છે કે આ બેઠકમાં વિશેષ સત્રને લઈને પાર્ટીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.એનસીપી (શરદચંદ્ર પવાર)એ પણ વિશેષ સત્રને ધ્યાનમાં રાખીને પોતાના સાંસદો માટે વ્હીપ જારી કર્યો છે.એ જ રીતે લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ પણ પોતાના લોકસભા સાંસદો માટે વ્હિપ જારી કર્યો છે.હાલમાં લોકસભામાં પાર્ટીના પાંચ સભ્યો છે.બીજી તરફ, જનતા દળ (યુનાઇટેડ)એ પોતાના લોકસભા સાંસદો માટે સરકારનાં સમર્થનમાં વ્હિપ આપવામાં આવ્યો છે.આનાથી સ્પષ્ટ થાય છે કે વિશેષ સત્ર દરમિયાન વિધેયકોને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેની રાજકીય લડાઈ ખૂબ જ રસપ્રદ બનવાની છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભામાં સરકારને 370થી વધુ સાંસદોનું સમર્થન પ્રાપ્ત છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો વિશેષ સત્ર દરમિયાન આ ત્રણેય વિધેયકો પર થનારી ચર્ચા અને મતદાન પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.એક તરફ વિપક્ષ આ વિધેયકોના વિરોધમાં એકતા દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો બીજી તરફ સરકાર પોતાના સહયોગી પક્ષો સાથે મળીને આ વિધેયકોને આગળ વધારવાની તૈયારી કરી રહી છે.

કોણ-કોણ હશે સીમાંકન આયોગમાં ?

સરકારનાં સૂત્રોનાં હવાલેથી આવી રહેલા અહેવાલો અનુસાર સીમાંકન આયોગનાં અધ્યક્ષ મુખ્ય  ચૂંટણી કમિશનર (સીઈસી) નહીં બલ્કે સુપ્રીમ કોર્ટનાં જજ અથવા તો નિવૃત્ત જજ હશે.2002થી સીમાંકન આયોગની સંરચના આવી જ છે.સરકારે કહ્યું છે કે, આ આયોગનાં અધ્યક્ષ જ્ઞાનેશ કુમાર હશે તેવું જૂઠાણું રાહુલ ગાંધી તરફથી ચલાવવામાં આવી રહ્યું છે.આયોગનાં સદસ્ય તરીકે મુખ્ય ચૂંટણી કમિશનર અથવા તો ચૂંટણી કમિશનર હોઈ શકે છે.આ ઉપરાંત રાજ્યનાં ચૂંટણી કમિશનર પણ તેનાં સદસ્ય હશે.લોકસભા સ્પીકર તરફથી નામાંકિત પાંચ સાંસદ સીમાંકન આયોગનાં સહયોગી સદસ્ય રહેશે.જ્યારે વિધાનસભા અધ્યક્ષ દ્વારા નિયુક્ત પાંચ વિધાયકો પણ સહયોગી સદસ્ય બનશે.

Ram Katha

Vyapar Utsav

Panchang