• શનિવાર, 28 નવેમ્બર, 2026

ટેરિફ : ભારતે અમેરિકી આરોપ ફગાવ્યો

નવી દિલ્હી, તા.26 : અમેરિકા દ્વારા ભારત ઉપર પ્રસ્તાવિત નવા 2પ ટકા ટેરિફનાં મામલે ભારત સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું હતું કે, યુએસટીઆર દ્વારા જારી નોટિસ ઓફ ડિટરમિનેશન અને રિક્વેસ્ટ ફોર કોમેન્ટ્સનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે અને વેપારીઓ સાથે જોડાયેલી કોઈપણ ચિંતાનું સમાધાન થવું જોઈએ.અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતી ઉપર ચર્ચા ચાલી રહી છે અને તેમાં મતભેદોને ઉકેલી લેવામાં આવશે તેવો વિશ્વાસ પણ દર્શાવવામાં આવ્યો છે.દરમિયાન અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત ઉપર ટેરિફ નાખીને પોતાનાં જ દેશમાં ઘેરાઈ ગયા છે.ભારત ઉપર 0pt; line-height:115%;mso-ascii-font-family:Calibri;mso-hansi-font-family:Calibri; mso-bidi-font-family:Calibri;mso-bidi-language:GU">2પ ટકા ટેરિફનો પ્રસ્તાવ સામે આવતાં જ અમેરિકી સાંસદો દ્વારા ટ્રમ્પને મહેણા-ટોણા મારવાની શરૂઆત થઈ ગઈ હતી.જેમાં કહેવામાં આવ્યું હતું કે, ચીન સામે બાથ ભીડવાનો દમ નથી અને ભારત જેવા દેશોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.આટલું જ નહીં, અમેરિકી સાંસદોએ ત્યાં સુધી કહ્યું હતું કે, આવી નીતિથી અમેરિકાને ફક્ત નુકસાન જ થયું છે.દરમિયાન અમેરિકાની આવી આક્રમકતા સામે સજજડ પ્રતિક્રિયા આપવા માટે સરકારને વેપાર-ઉદ્યોગજગતમાંથી મજબૂત સમર્થન મળી રહ્યું છે.ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (સીટીઆઈ) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરવામાં આવી હતી કે, જો વોશિંગ્ટન દ્વારા ભારતીય ઉત્પાદનો ઉપર વધારે ડયૂટી નાખવામાં આવે તો અમેરિકાથી આયાત થતાં સામાન ઉપર પણ 2પ ટકા જવાબી ટેરિફ નાખવાનો ભારત સરકારે વિચાર કરવો જોઈએ.આ અપીલ સાથે સીટીઆઈ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે, આ ઉપાયોથી ભારતની 48 અબજ ડોલરની નિકાસ પ્રભાવિત થઈ શકે છે અને તેમાં પાંચ લાખ નોકરી પણ જોખમાઈ શકે છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આજે કહ્યું હતું કે, ભારત સરકાર 2 ફેબ્રુઆરી 2026ની ઘોષણા અને 7 ફેબ્રુઆરી 2026નાં સંયુક્ત નિવેદન અનુરૂપ ભારત-અમેરિકા દ્વિપક્ષી વેપાર સમજૂતીને જલ્દી આખરી ઓપ આપવા માટે અમેરિકા સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang