• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

કોસોવોની સંસદમાં પીએમ કુર્તી ઉપર ઈંડા ફેંકાયા

નવી દિલ્હી, તા. 9 : કોસોવોની સંસદમાં વિપક્ષી સાંસદ ટાઈમ કાદ્રિજાજે કાર્યકારી વડાપ્રધાન અલ્બિન કુર્તી ઉપર ઈંડા ફેંક્યા હતા. આ બનાવ બાદ સંસદમાં ભારે હંગામો થયો હતો અને કાર્યવાહી રોકવી પડી હતી. હકીકતમાં એલ્બિન કુર્તીની પાર્ટી વેટેવેંડોસજેએ સંસદીય ચૂંટણી બાદ નવી સંસ્થાઓના ગઠન માટે વિપક્ષી સમૂહો સાથે વાતચીત શરૂ કરી હતી. કુર્તી ઉપર ઈંડા ફેંક્યા પહેલા વિપક્ષી સાંસદ કાદ્રિજાજ ચીસો પાડી રહ્યા હતા કે તમને શરમ આવવી જોઈએ. જેના જવાબમાં કુર્તીએ કહ્યું હતું કે, જો વાતચીત માટે કિંમત ચૂકવવી પડે છે તો તેઓ કિંમત ચુકાવીને ખુશ છે. હકીકતમાં કુર્તીની પાર્ટી 120માથી 53 સીટ જીત્યા છે પણ સત્તા ચલાવવા માટે પૂરતી ક્ષમતા નથી. તેવામાં વાતચીત શરૂ થઈ હતી. આ દરમિયાન તેમના ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા.

Panchang

dd