કાઠમંડુ, તા. 31 : નેપાળના વડાપ્રધાન બાલેન શાહે
રવિવારે એક વિવાદાસ્પદ નિવેદનમાં જણાવ્યું હતું કે,
માત્ર ભારતે જ નેપાળી જમીન પર કબજો નથી કર્યો, પરંતુ નેપાળે પણ ભારતના કેટલાક ભાગો પર કબજો કર્યો છે. લિપુલેખ મુદ્દે બ્રિટન
મધ્યસ્થ બને, તેવી માંગ પણ શાહે કરી હતી.વડાપ્રધાન બન્યાના બે
મહિના બાદ પહેલીવાર નેપાળની સંસદને સંબોધન કરતાં શાહે સૂચન કર્યું હતું કે,
બન્ને દેશ મળીને આ મામલાની તપાસ કરે ભારત-ચીન વચ્ચે લિપુલેખ અને લિંપિયાધુરા
માર્ગ પરથી થતા વેપાર અંગે બાલેન બોલ્યા હતા કે, વિવાદનું સમાધાન
કૂટનીતિક વાતચીતથી લવાશે. નેપાળ આ મુદ્દા પર ભારતને રાજદ્વારી નોંધ મોકલી ચૂકયું છે
અને ભારત તરફથી પણ તેનો જવાબ મળી ચૂકયો છે.શાહે કહ્યું હતું કે, લિપુલેખ વિવાદ બ્રિટિશ ભારતના સમયથી જોડાયેલો છે, એ જોતાં
નેપાળે આ મામલે માત્ર ભારત અને ચીન જ નહીં, પરંતુ બ્રિટન સાથે
પણ વાતચીત કરી છે. નેપાળમાં માર્ચ 2026માં બાલેન શાહ વડાપ્રધાન બન્યા પછીથી ભારત અને નેપાળ વચ્ચે પારંપરિક, કૂટનીતિક અને રણનીતિક સંબંધોમાં ઘણો બદલાવ જોવા
મળ્યો છે. વિરોધ પક્ષોના સાંસદો તરફથી લગાતાર દેશના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર બોલવાની
માંગ બાદ બાલેને સંબોધન કર્યું હતું.