• સોમવાર, 01 જૂન, 2026

આદિપુરમાં આંકડાનો જુગાર રમતો ખેલી કાયદાના સકંજામાં

ગાંધીધામ, તા. 31 : આદિપુરમાં આંક ફરકનો જુગાર રમતા  તહોમદારને પોલીસે પકડી પાડયો હતો. શહેરના હનુમાન મંદિર ત્રણ રસ્તા પાસે જી.આઈ.ડી.સી. આદિપુર પાસેથી પોલીસે આરોપી  કાલુ ગણેશ ચમારની વરલી-મટકા આંક ફરકનો  જુગાર રમી રમાડવાના આરોપસર ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં આરોપી પાસેથી  રોકડા રૂા. 410  સહિતનો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. પોલીસે આ અંગે વિધિવત રીતે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી  છે.      

Panchang

dd