ભુજ, તા. 31 : બે દિવસ પહેલાં રાયધણપરમાં
થયેલા ટકરાવના મુદ્દે માધાપર પોલીસ નાના વરનોરામાં વાહન તલાસીની કાર્યવાહી કરી રહી
હતી, ત્યારે મોપેડની ડિકીમાં રોકડ રૂપિયા હતા અને
મોપેડના આધાર-પુરાવા ન હતા. આથી પોલીસે પકડાયેલા ઈકબાલ ઉર્ફે એક્કો મામદ મોખા (રહે.
નાના વરનોરા)ને યુક્તિ-પ્રયુક્તિથી આ રોકડા નાણાં અંગે પૂછતાછ કરતાં પોતે આસપાસના ગામમાંથી
કેબલ ચોરી કરી હતી, જેના આ નાણાં રૂા. 97,500 હોવાની કેફિયત આપી હતી. મોપેડ
એક્સેસ નં. જીજે-12-એચડી-8994 જેની કિં. રૂા. 30,000ના આધાર-પુરાવા તેની પાસે ન
હતા. એક ઓપો મોબાઈલ સહિત કુલ રૂા. 1,32,500ના મુદ્દામાલ સાથે ઈકબાલને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.
ઈકબાલ વિરુદ્ધ પશુઓ પ્રત્યે ઘાતકીપણું અને અન્ય ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે.