વવાર (તા. મુંદરા), તા. 31 : મુંદરા-ગાંધીધામ
હાઈ-વે પર આવેલા કુકડસર ગામ તરફ જતા રસ્તાને ગાંડા બાવળોએ ઘેરી લીધો છે, જેને કારણે અકસ્માતનો ભય વાહનચાલકો પર તોળાઈ
રહ્યો છે. જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, જવાબદાર તંત્ર આ
બાબતે સાવ નિક્રિય છે. માત્ર સમસ્યા આ ગામ પૂરતી જ નથી, આવા કેટલાય
ગામનાં નાના રોડ રસ્તાઓ ગાંડા બાવળનાં સામ્રાજ્યને કારણે બંધ થઈ ગયા છે, પણ જવાબદાર તંત્રને તેની કોઈ પડી નથી. દિવસે તો હજી ઠીક રાત્રે તો આ રસ્તો
વધુ ભયજનક બની જાય છે. રોડ પર આવી ગયેલા બાવળોને કારણે વાહનો દેખાતા નથી. વન્યજીવો
સાથે પણ વાહનોની ટક્કર થઈ જાય છે. આ રસ્તો આસપાસના ગામ લોકો પણ બહુ ઉપયોગ કરે છે. અહીંથી
કચ્છનાં પ્રખ્યાત આસ્થાનાં કેન્દ્ર જોગણીનારનું મંદિર, હરસિદ્ધિ
માતાજીનું મંદિર, વાંકલ માતાજીનું મંદિર ગરીબનાથની જગ્યા,
કરણી માતાજીનાં મંદિરે જવાય છે. વહેલી તકે આ સમસ્યા ઉકેલાય તે જરૂરી
છે.