ભુજ તા. 31 : નખત્રાણા
તાલુકાના નાની અરલના બસ સ્ટેશન પાસે રસ્તા નજીક ગાડી ઉતારવા બાબતે ગત તા. 29-5ના માથાકૂટ થઈ હતી. નાની અરલના
પ્રહલાદસિંહ ઉર્ફે પ્રવીણસિંહ પ્રતાપસિંહ જાડેજાએ નખત્રાણા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ
પ્રમાણે ફરિયાદીએ બે-ત્રણ દિવસ પહેલાં પ્રહલાદસિંહ મગનસિંહ જાડેજાને ફોર વ્હીલ ગાડી
રસ્તા નીચે ઉતારવા બાબતે ઠપકો આપ્યો હતો, તેનું મનદુ:ખ રાખી આરોપીઓએ ફરિયાદીને ફોન કરી બસ સ્ટેશન પાસે બોલાવી હુમલો
કર્યો હતો. સ્કોર્પિયો ગાડીમાં ઘાતક હથિયારો સાથે આવી જુવાનસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ
લોખંડની ટામી વડે માથામાં, જ્યારે પ્રહલાદસિંહ મગનસિંહ જાડેજાએ
હાથના ભાગે ટામી ફટકારી હતી. રાજેન્દ્રસિંહ મગનસિંહ જાડેજાએ લોખંડનો પાઈપ માર્યો હતો,
જ્યારે ખેતુભા ચતુરસિંહ જાડેજાએ લાકડી વડે માર મારી ફ્રેક્ચર સહિતની
ઈજા પહોંચાડી હતી, જેથી હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ચાર ઈસમ
વિરુદ્ધ નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.