• સોમવાર, 01 જૂન, 2026

ક્રિકેટના રંગમાં રંગાયું મોદી સ્ટેડિયમ

અમદાવાદ, તા. 31 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આઈપીએલની મેગા ફાઈનલ મેચ રમાઈ હતી. સવા લાખથી વધુ દર્શકોએ આઈપીએલ ફાઈનલનો રોમાંચ માણ્યો હતો. ગરમી વચ્ચે પણ બપોરથી જ સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓનો જમાવડો જોવા મળ્યો હતો.  ક્રેકિટરસિયાઓએ તેમની ફેવરિટ ટીમની જર્સી ખરીદવા પડાપડી કરી હતી. નાના બાળકોથી લઈને મોટા લોકો સ્ટેડિયમમાં પોતાના પસંદગીના ક્રિકેટરની એક ઝલક માણીને ખુશીથી ઝૂમી ઊઠયા હતા. મોદી સ્ટેડિયમમાં સાંજે રંગારંગ કાર્યક્રમ સાથે ફાઈનલનો પ્રારંભ થયો હતો. આ ઉપરાંત સ્ટેડિયમમાં લેઝર શો અને ડ્રોન શોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આશરે 3000થી વધુ પોલીસ જવાનો સ્ટેડિયમમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત માટે તૈનાત કરાયા હતા. આઈપીએલની ફાઈનલ દરમિયાન બોલીવૂડ કલાકારો વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુરે સ્ટેડિમમાં મેચની મજા માણી હતી. બે ઈનિંગ્સ વચ્ચેના બ્રેકમાં સ્ટેડિયમમાં અદ્ભુત લેઝર શો યોજવામાં આવ્યો હતો તથા બોલીવૂડ ગાયક કૈલાસ ખેરે પોતાના સૂરીલા સંગીતથી તમામને ડોલાવ્યા હતા. આઈપીએલની ફાઈનલ મેચ જોવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ તથા આઈસીસીના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આમ આઈપીએલના મહાસંગ્રામ દરમ્યાન રમતરસિક સમુદાયમાં `િક્રકેટોત્સવ'ની ઉજવણી ચરમસીમાએ પહોંચી હોવાનું દર્શકોની ચિચિયારીઓ, તાળીઓના ગડગડાટ, નાચ-ગાન જેવી આનંદ વ્યક્ત કરતી ચેષ્ટાઓ પરથી કળી શકાયું હતું. 

Panchang

dd