• સોમવાર, 01 જૂન, 2026

સાત્વિક-ચિરાગે ખિતાબનો દુકાળ ખતમ કર્યો : સિંગાપોર ઓપનમાં ચેમ્પિયન

સિંગાપોર, તા. 31 : ભારતીય જુગલ જોડી સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટી શાનદાર વાપસી કરીને સિંગાપોર ઓપન 70 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મેન્સ ડબલ્સમાં ચેમ્પિયન થયા છે. આ સાથે જ સાત્વિક-ચિરાગે બે વર્ષ પછી બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ટાઇટલ કબજે કર્યુ છે. છેલ્લે આ બન્ને 2024માં થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન બન્યા હતા. ભારતીય જોડીનો આ પહેલો સિંગાપોર ઓપન ખિતાબ છે. આજે રમાયેલા ફાઇનલ મુકાબલમાં ત્રીજા ક્રમની ઈન્ડોનેશિયાની જોડી ફઝર અલ્ફિયાન અને મુહમ્મદ શોહિબુલ સામે ચોથા ક્રમની ભારતીય જોડી સાત્વિક-ચિરાગનો 18-21, 21-17 અને 21-16થી શાનદાર વિજય થયો હતો. પહેલી ગેમ ગુમાવ્યા બાદ ભારતીય જોડીએ શાનદાર વાપસી કરી જીત નોંધાવી હતી. સાત્વિક-ચિરાગનો એકંદરે આ 8મો ખિતાબ છે. આ પહેલા સાત્વિક-ચિરાગે સેમિ ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન અને નંબર વન કોરિયન જોડી કિમ વોન અને સિયો સેઉંગ સામે 2-19 અને 21-18થી જીત મેળવી અપસેટ કરી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 

Panchang

dd