• સોમવાર, 01 જૂન, 2026

કેબલચોરીનો આરોપી જબ્બે

ભુજ, તા. 31 : અંજાર પોલીસ મથકમાં દાખલ કેબલચોરીના ગુનાનો નાસતો આરોપી શકુર કરીમ સમા (રહે. નાના દિનારા, તા. ભુજ)ને એલસીબીએ ઝડપી પાડયો હતો. એલસીબીની ટીમને નાસતા-ફરતા આરોપીઓની તપાસ દરમ્યાન બાતમી મળી કે, અંજાર પોલીસમાં દાખલ કેબલચોરીના ગુનાનો નાસતો-ફરતો આરોપી શકુર સમા હાલ 36 ક્વાટર્સ ચાર રસ્તા પાસે હાજર છે, આથી તેને ઝડપી આગળની કાર્યવાહી અર્થે બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. 

Panchang

dd