અંજાર,તા.31 : આગામી વરસાદને લઈને અંજાર નગરપાલિકા
ધ્વારા પ્રીમોન્સુન કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો આગામી 15 દિવસમાં આ કામગીરીમાં પૂર્ણ કરવા પાલિકાને તખતો ઘડયો હોવાની
વિગતો સાંપડી હતી. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય તે દિશામાં
પાલિકાએ પિમોન્સુન કામગીરી અંતગર્ત વરસાદી
નાળાઓની સફાઈની કાર્યવાહી આરંભાઈ છે. પાલિકાના
સતાધીશો એ જણાવ્યુ હતુ કે વોર્ડ નં.1 થી 5 અને વોર્ડ 5 થી 9 એમ બે ઝોનમાં કામગીરી કરવામાં આવશે. આ માટે બે જેસીબી અને ચાર ટેકટરની ફાળવણી કરવામાં આવી હતી. વરસાદી પાણી લોકો
ના ઘરોમાં ન જાય તે પ્રકારે કામ કરવામાં આવશે.
આ ઉપરાંત પાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકાએ વિવિધ વિસ્તારમાં ચાલતી પ્રીમોન્સુન
કામગીરીનુ નીરીક્ષણ કરી સૂચના આપી હતી. પાલિકાના મુખ્ય અધિકારી તુષાર ઝાલરીયા અને કચેરી
અધિક્ષક રશ્મીનભાઈ ભીંડે ના માર્ગદર્શન તળે
ઈજનેર સાવન પંડયા,રવિભાઈ વાધેલા
સહિતની ટીમ આ કામગીરીમાં જોડાઈ છે.