• સોમવાર, 01 જૂન, 2026

સામખિયાળી મંદિરે ફક્કડ યોગીની તપસ્યા પૂર્ણ

ભચાઉ, તા. 31 : સામખિયાળી પાસે આવેલા જોગણી માતાનાં મંદિરે ફક્કડ યોગીની તપસ્યા પૂર્ણ થતાં સોમવારે યજ્ઞ કરવામાં આવશે. તપસ્યા દરમિયાન હજારો ભાવિકો જોડાયા હતા. અધિક માસમાં યોજાયેલી અગ્નિસાધના થકી સામખિયાળી અને આસપાસનાં અનેક ગામથી શ્રદ્ધાપૂર્વક હજારો ભાવિકોએ સહયોગ આપ્યો હતો. જોગણી પરિવાર દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. આજે શાત્રી રાધેશ્યામ ત્રિવેદી દ્વારા યજ્ઞ કરવામાં આવશે. જોગણી માતાજી નવસેવકો સામાજિક પ્રવૃત્તિ પણ કરે છે, જરૂરતમંદ કન્યાના લગ્ન પ્રસંગનો ખર્ચ ઉપાડે છે, તો વૃદ્ધ તેમજ વડીલોને પ્રયાગરાજ સહિતની યાત્રા પણ નિ:શુલ્ક કરાવી હતી. પંકજમુનિ મહારાજ હિન્દુસ્તાની ફક્કડ દ્વારા સત્સંગ કરાવાયો હતો. કન્યાઓ તેમજ યુવાનો દ્વારા પારંપરિક વત્ર પરિધાન સાથે બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોગણી માતાજી મંદિરે દર રવિવારે ભોજન વ્યવસ્થા હોય છે, સવારે આઠથી સૂર્યાસ્ત સુધી અગ્નિતપસ્યા થકી ધાર્મિક ભાવના જાગૃત થઈ હતી. કઠોર તપ પાછળ પંકજમુનિ બાપુએ કહ્યું કે, સંસાર એ પણ કઠોર તપ છે. દુ:ખમાં મદદ, ભૂખ્યાને ભોજન, સદ્વિચાર આવાં કાર્યોથી માનવજીવ ઠંડક અનુભવે છે. 

Panchang

dd