• રવિવાર, 26 ઑક્ટોબર, 2025

ભાજપને નીતિન ગડકરીની ચેતવણી

નવી દિલ્હી, તા. 25 : ભાજપમાં અન્ય પક્ષોમાંથી આવનારા નેતાઓની વધતી સંખ્યા વચ્ચે કેન્દ્રીયમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નિતિન ગડકરીએ પોતાના પક્ષને આકરો સંદેશ આપી દીધો હતો. ગડકરીએ કહ્યું હતું કે, `ઘર કી મુર્ગી દાલ બરાબર, બાહર સે આયા સાવજી ચિકન' સાવજી લોકો બહારનાં ચિકન મસાલા સારા બનાવે છે. એટલે જ બહારનું વધારે પસંદ આવે છે. પક્ષનાં નેતૃત્વને સીધો સંદેશ આપતાં તેમણે જણાવ્યું હતું કે, જૂના કાર્યકરોને ભૂલો નહીં. એ  જ તો અસલી તાકાત છે. જૂની તાકાતની અવગણના કરશો, તો જેટલી ગતિ સાથે ઉપર જઇ રહ્યા છો, તેટલી જ ગતિએ નીચે પડી પણ શકો છો, તેવી સ્પષ્ટ સલાહ કદાવર નેતાએ આપી હતી. આ ચેતવણી ભાજપનાં નેતૃત્વ માટે એક મોટા સંકેત રૂપે જોવાઇ રહી છે, પક્ષમાં જૂના, નિષ્ઠાવાન અને મહેનતુ કાર્યકરોની ઉપેક્ષા ન થવી જોઇએ, તેવું ગડકરીએ કહ્યું હતું. નવા આવતા નેતાઓને લઇને ઉત્સાહ તો ઠીક છે, પરંતુ જૂના કાર્યકરોની મહેનત નિષ્ઠાની અવગણના કરવી ખતરનાક સાબિત થઇ શકે છે, તેવી ચેતવણી કેસરિયા પક્ષના કદાવર નેતાએ ભાજપને આપી હતી. 

Panchang

dd