નવી દિલ્હી, તા. 25 : દેશના પ્રખ્યાત
એડ ગુરુ પીયૂષ પાંડેયનું નિધન થયું છે. તેઓએ વિજ્ઞાપનની દુનિયામાં નવા રંગ ભર્યા હતા
અને ઘણા કેમ્પેઈન ખુબ જ ચર્ચિત રહ્યા હતા અને ઘરે ઘરે બ્રાન્ડસની ઓળખ બન્યા હતા. પીયૂષ
પાંડેયએ એશિયન પેઈન્ટસનું સ્લોગન `હર ખુશી મેં રંગ લાયે', કેડબરી માટે `કુછ ખાસ હે' લખ્યું હતું. લાંબા સમય સુધી ભારતની વિવિધતામાં
એકતા બતાવતું ગીત `િમલે સુર
મેરા તુમ્હારા' પણ તેમણે જ લખ્યું હતું. પીએમ મોદીના નેતૃત્વની સરકારના પ્રચાર માટેનો નારો
અબ કી બાર મોદી સરકાર પીયૂષ પાંડેએ આપ્યો હતો. પિયૂષ પાંડેય ભારતની વિજ્ઞાપન ઈન્ડસ્ટ્રીઝમાં
મોટા બદલાવ માટે જાણીતા હતા. તેઓએ પ્રસિદ્ધ એડ કંપની ઓગિલ્વી ઈન્ડિયા સાથે ચાર દશક
કામ કર્યું હતું. આ કંપની જાહેરખબરમાં દુનિયાની પર્યાય બની રહી હતી અને તેમાં પીયૂષ
પાંડેયની ભૂમિકા ખુબ જ મહત્ત્વની માનવામાં આવે છે. તેમના નિધનથી વિજ્ઞાપનની દુનિયાનો
એક યુગ સમાપ્ત થયો છે. પીયૂષ પાંડેયને ભારતીય
સમાજની ભાષા,પરંપરાની ઊંડી સમજ હતી.