દયાપર (તા. લખપત), તા. 25 : બ્રહ્મલીન
મહંત ઉદયનંદગિરિજી બાપુની તપોભૂમિ ગુનેરી ખાતે સનાતની ચાતુર્માસ અંતર્ગત પશ્ચિમ કચ્છ
દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી પ્રસિદ્ધ વક્તા ગિરિબાપુના મુખારવિંદથી શિવકથાનો આજે
પ્રારંભ થશે. તા. 26/10ના બપોરે 2 કલાકે પોથીયાત્રા ગુનેરી શિવ મંદિરથી કથા
મંડપમાં જશે. દરરોજ સાંજે 3થી 6 અને તા. 3/11ના 9થી 11 સુધી શિવકથા શ્રવણ કરી શકાશે. દીપ પ્રાગટય નિત્ય શિવ નિરંજન
દેવ ગુફા ગુનેરીના મહંત દિગંબર અશોકભારતીજી અને રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક 1008 દિગંબર ખુશાલભારતીજી બાપુના
હસ્તે થશે. તા. 25/10થી તા. 3/11 સુધી 21 કુંડી મા બગલામુખી મહાયજ્ઞ
દિલ્હી અને વૃંદાવનધામના ભૂદેવો સંપન્ન કરાવશે. કથા દરમ્યાન સંપર્ક માટે સૂરજગિરિ ગોસ્વામી
(98255 76177), માવજીભાઈ ગુંસાઈ(99090 34985) અને ઈશ્વરગિરિ ગોસ્વામી (97277 18921)નો સંપર્ક કરી શકાશે. કથા દરમ્યાન સાધુ-સંતો-મહંતો તેમજ રાજકીય-સામાજિક
અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.