ઢાકા, તા. 25 : અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ
દુનિયાભરમાં સરકાર તોડવા, નેતાઓની હત્યા
કરવા અને દેશો વચ્ચે ઝઘડા કરાવવા માટે કુખ્યાત રહી છે. સીઆઈએ પર નાગરિક વિદ્રોહ ભડકાવીને
સરકારો ઉપર દબાણ વધારવાનો, તોડવાનો અને અમેરિકાનું આધિપત્ય સ્થાપિત
કરવાનો છે. જેમ કે, પાકિસ્તાન, નેપાળ અને
બાંગલાદેશમાં પણ આવું જ બન્યું હતું. તેવામાં હવે ઓર્ગેનાઈઝરના એક અહેવાલમાં વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની હત્યાના પ્રયાસ અંગેનો સનસનીખેજ
દાવો થયો છે. બાંગલાદેશની રાજધાની ઢાકામાં
અમેરિકાના અધિકારીને પીએમ મોદીની હત્યા કરવા માટે ઢાકામાં તૈનાત કરવામાં આવ્યો હતો.
જો કે, રશિયાના ગુપ્તચર એલર્ટની મદદથી આ હુમલો ટાળવામાં આવ્યો
છે, એવો દાવો કરાયો છે. પીએમ મોદીએ એક ભાષણમાં આ ઘટનાક્રમનો સંકેત
આપ્યો હોવાનો પણ દાવો છે. ઓર્ગેનાઈઝરે નિષ્ણાતને ટાંકીને અનુમાન વ્યક્ત કર્યું છે કે,
પીએમ મોદીની હત્યાની યોજના અને કોશિશ થઈ શકે છે, જેને ભારત અને રશિયાની ગુપ્તચર એજન્સીના સંયુક્ત અભિયાનથી નાકામ કર્યું છે.
અહેવાલમાં ઘણા પુરાવા અને ઘટનાઓને જોડીને અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે,
અમેરિકી અધિકારી ટેરેન્સ અર્વેલ જેક્સનને પીએમ મોદીની વિરુદ્ધ કોઈ ગુપ્ત
કાર્યવાહી કે હત્યા માટે તૈનાત કરવામાં આવ્યો હતો. જો કે, તેનો
પ્લાન નાકામ થયો હતો. અમેરિકી અધિકારી જેક્સન 31 ઓગસ્ટે ઢાકા સ્થિત હોટેલમાં
મૃત મળી આવ્યો હતો. ઓર્ગેનાઈઝરે દાવો કર્યો છે કે,
પ્રાથમિક રિપોર્ટથી જાણવા મળે છે કે, જેક્સનને
બાંગલાદેશમાં તૈનાત કરવામાં આવ્યો હતો, જેનો હેતુ સેંટ માર્ટિન
દ્વીપ ઉપર બાંગલાદેશની સેનાને તાલીમ આપવાનો હોઈ શકે છે, જે દિવસે
જેક્સન મૃત મળી આવ્યો તે દિવસે પીએમ મોદી એસસીઓમાં ભાગ લેવા ચીનના તિયાનજિનમાં હતા.
બાદમાં પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કારમાં લાંબો સમય એકલા વાતચીત
કરી હતી. આ મુલાકાતની ખૂબ ચર્ચા થઈ હતી અને વૈશ્વિક સ્તરે કવરેજ મળ્યું હતું. ઓર્ગેનાઈઝરે
દાવો કર્યો છે કે, વિશ્લેષણ થઈ રહ્યું છે કે, પીએમ મોદી અને પુતિનનાં નેતૃત્વમાં ભારત અને રશિયાના ગુપ્તચર દળોએ સંયુક્ત
અભિયાન હેઠળ ઢાકામાં અમેરિકી સુરક્ષા અધિકારીને
ઠાર કર્યો હતો, જે પીએમ મોદીની હત્યાનું કાવતરું રચી રહ્યો હતો.
જો કે, આવા કોઈ દાવાની ક્યાંય પુષ્ટિ કરવામાં આવી નથી. ઓર્ગેનાઈઝરે પીએમ મોદીનાં એક નિવેદનને પણ ટાંક્યું
છે, જેમાં બે સપ્ટેમ્બરે ચીનથી પરત ફર્યાના બીજા દિવસે પીએમ મોદી
દિલ્હીમાં સેમિકોન શિખર સંમેલનમાં સંબોધન કરી રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ
સવાલ કર્યો હતો કે, `ચીન ગયા હતા
એટલે તાળીઓ વાગી રહી છે કે પોતે પરત ફરી ગયા છે એટલે તાળીઓ પડી રહી છે'. ઓર્ગેનાઈઝરે દાવો કર્યો છે કે, પીએમ મોદીનું સંબોધન એક ગંભીર સંદેશ આપે છે, જેમાં પીએમ
મોદીનાં જીવનને જોખમ અંગે સંદેશ મોકલવામાં આવ્યો છે.