ભુજ, તા. 25 : તાલુકાનાં કમાગુનાની સીમમાંથી
ગઈકાલે પોલીસે દેશી હાથ બનાવટની બંદૂક સાથે ગામના શખ્સને ઝડપીને કાયદેસરની કાર્યવાહી
કરી હતી. માનકૂવા પોલીસને મળેલી બાતમીના આધારે કમાગુનાની સીમમાંથી ગામના ઈમરાન જાફર
મેરને ગેરકાયદેસર રીતે રાખેલી દેશી હાથ બનાવટની બંદૂક કિં. રૂા. બે હજાર સાથે ઝડપી
તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.