• રવિવાર, 26 ઑક્ટોબર, 2025

કાનમેરના શ્રમિકને વ્યાજનાં વિષચક્રમાં ફસાવનારા વ્યાજખોર સામે ફોજદારી

ગાંધીધામ, તા. 25 : રાપર તાલુકાનાં કાનમેરમાં બિનઅધિકૃત રીતે નાણાં વ્યાજે આપી પજવણી કરનારા શખ્સ સામે ગાગોદર પોલીસ મથકે  ફોજદારી નોંધાઈ હતી. કાનમેરમાં રહેતા શ્રમિક  સનાભાઈ રૂખડભાઈ ભરવાડે આરોપી હસુભાઈ દરજી (ભીમાસર, તા. રાપર) વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ફરિયાદીએ તેની પુત્રીની તબિયત ખરાબ હોવાથી સારવાર માટે  આઠ વર્ષ અગાઉ  કપડાંની દુકાન ચલાવતા આરોપી હસુભાઈ પાસેથી માસિક ત્રણ ટકા વ્યાજે રૂા. 1.25 લાખ લીધા હતા, જેની સામે ભોગ બનનારે મૂડી અને વ્યાજ સહિત કુલ રૂા. 2,05,000 આરોપીને આપ્યા હતા. તેમ છતાં આરોપીએ  વ્યાજના રૂા. 25 હજાર તથા મૂડી રૂા. 1.25 લાખની આપવા માટે પજવણી કરતો હતો. તહોમતદાર અવારનવાર  ખંડણી ઉઘરાવીને ધાકધમકી કરતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ નાણાં ધીરનાર અધિનિયમ તળે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. 

Panchang

dd