• શનિવાર, 27 જુલાઈ, 2024

અમૂલ એટલે મોટાં સપનાં, સંકલ્પો અને સિદ્ધિઓ

અમદાવાદ, તા. 22 :  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કાટિંગ ફેડરેશન (GCMMF) ની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીમાં હાજરી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 50 વર્ષ પહેલા ગુજરાતનાં ગામોએ મળીને સહકારી ક્ષેત્રે જે છોડ વાવ્યો આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને તેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાઈ છે. અમૂલ વિશ્વની નંબર વન ડેરી બને માટે સરકાર તમામ સહયોગ આપશે, મોદીની ગેરંટી છે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, આઝાદી પછી દેશમાં ઘણી બધી બ્રાન્ડ બની પરંતુ અમૂલનો વિકાસ અભૂતપૂર્વ રહ્યો છે,  અમૂલને એક બ્રાન્ડની સફળતાનો ઉત્તમ પર્યાય ગણાવતા વડાપ્રધાને જણાવ્યું કે, અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે લોકભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તીકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાની સ્વીકાર્યતા, અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા, અમૂલ એટલે મોટાં સપનાં, મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ. મોદીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કાટિંગ ફેડરેશન હેઠળના વિવિધ ડેરીઓના પાંચ પ્લાન્ટનું -લોકાર્પણ કર્યું હતું. જેમાં સૌ પ્રથમ અમૂલ ડેરી, આણંદના નવા ઓટોમેટિક યુએચટી મિલ્ક પ્લાન્ટ, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચીઝ પ્લાન્ટ અને મેન્યુફેક્ચારિંગ પ્લાન્ટ, કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ઓટોમેટિક આઇક્રીમ પ્લાન્ટ તથા ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. હેઠળ ડેરી પ્રોસાસિંગ પ્લાન્ટ, નવી મુંબઈનો સમાવેશ થાય છે. ઉપરાંત રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના રાજકોટ ડેરી વિકાસ પરિયોજનાનું પણ -લોકાર્પણ કર્યું હતું. પ્રસંગે ઋઈખખનો સ્મૃતિ કોઇન (સિક્કો) પણ વડાપ્રધાનના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang