• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

મૈતેઈને એસ.ટી.નો દરજ્જો નહીં દેવાય

ઈમ્ફાલ, તા. 22 : વીતેલા વર્ષની ત્રીજી મેથી લોહિયાળ હિંસામાં 150થી વધુ માનવજિંદગી હોમાઈ ચૂકી છે, ત્યારે હિંસાથી હાંફતા રહેલા મણિપુર રાજ્યની વડી અદાલતે એક મહત્ત્વના ચૂકાદામાં મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિ (એસ.ટી.)માં સામેલ કરવા પર વિચાર કરવાના આદેશને રદ કરી  નાખ્યો હતો. ન્યાયમૂર્તિ ગોલમેઈ ગૈફુલશિલુની ખંડપીઠે આદેશના એક વિવાદસર્જક ફકરાને હટાવી નાખતાં કહ્યું હતું કે, પેરેગ્રાફ સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠના વણથી વિરુદ્ધ હતો. ખાસ ઉલ્લેખનીય છે કે, 27મી માર્ચા, 2023 નિર્દેશ પછી મણિપુરમાં સાંપ્રદાયિક હિંસા ભડકી ઊઠી હતી. મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવાના મણિપુર હાઈકોર્ટના નિર્દેશ પછીથી સુમદાયો વચ્ચે શરૂ થયેલી હિંસક તાણની અસર અત્યાર સુધી વર્તાતી રહી છે. હાઈકોર્ટના ફેંસલા વિરુદ્ધ પુનવિર્ચાર અરજીમાં જણાવાયું હતું કે, સુપ્રીમ કોર્ટના મતે કોઈ જાતિને એસ.ટી. યાદીમાં સામેલ કરવા માટે ન્યાયિક નિર્દેશ જારી કરી શકાય. કેમ કે, તે રાષ્ટ્રપતિનો એકમાત્ર વિશેષાધિકાર છે. ખાસ જાણવા જેવી બાબત છે કે, મણિપુરની કુલ આબાદીમાં મૈતેઈ સમુદાય 53 ટકાનો હિસ્સો ધરાવે છે. પહાડી ભાગોમાં 33 ટકા માન્યતા પ્રાપ્ત જનજાતિઓ વસે છે, જેમાં મુખ્યત્વે નગા અને કુકી જાતિઓ છે. મૈતેઈ સમુદાયમાં મોટાભાગના હિન્દુ છે, તો માન્યતા પ્રાપ્ત 33 જનજાતિમાં મોટો હિસ્સો ધરાવતા નગા અને કુકી જાતિના લોકો મુખ્યરૂપથી ઈસાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang