ગાંધીધામ, તા.29 : રાપરની બાદરગઢ સીમમાં આવેલા
0pt;
line-height:115%;font-family:"Latha",serif;mso-ascii-font-family:Shruti;
mso-hansi-font-family:Shruti;mso-ansi-language:EN-US"> મહાદેવ મંદિરના પરિસરમાં આવી વેપાર-ધંધામાં નુકસાન જતાં જામનગરના શૈલેશ રામજી બારિયા (ઉ.વ.26) નામના યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.જામનગરના રણજિત સાગર રોડ સુભાષ પાર્કમાં રહેનાર શૈલેશ નામનો યુવાન છેલ્લા બે દિવસથી ગુરુ સાથે અહીંના બાદરગઢ ખાતે આવ્યો હતો.પંચડેશ્વર મહાદેનાં મંદિરમાં ગઈકાલે સવારે ગુરુ અને અન્ય શિષ્યો રાપર ખાતે ખરીદી કરવા ગયા હતા, પાછળથી જામનગરના આ યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું.પોલીસે બનાવ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યુવાનને વેપારમાં નુકસાન જતાં તેણે વેપાર માટે લોન ઉપાડી હતી, જેની તે ભરપાઈ કરી શક્તો ન હતો.દરમ્યાન તે ગુરુ સાથે અહીં આવ્યો હતો અને ગુરુ બહાર ગયા બાદ તેણે છેલ્લું પગલું ભરી લીધું હતું.વન વિભાગના કર્મીઓ આશ્રમમાં પાણી પીવા માટે આવતાં આ યુવાન લટકતી હાલતમાં મળ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.આ યુવાને લીમડાનાં ઝાડની ડાળીમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.બનાવ અંગે રાપર પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.