• શનિવાર, 28 નવેમ્બર, 2026

પદ્ધરના ખોટા દાખલાના ચકચારી કેસમાં આરોપી જામીન પર મુક્ત

ભુજ, તા.26 : પદ્ધરના ચકચારી તલાટી અને સરપંચના ખોટા દાખલા અને ખોટી સહી કરી આર્મીમાં નોકરી મેળવવા ઉમેદવારી નોંધાવનારા આરોપી નવીન ભગીરથ યાદવને ચાર્જશીટ પહેલા જામીન પર મુક્ત કરવાનો આદેશ કોર્ટે આપ્યો છે.આ કેસની ટુંક વિગતો મુજબ  2024માં આરોપી નવીન ભગીરથ યાદવ તથા અન્યો એ એકભેગો સંપ કરીને તા.1/5/17થી તા. 0pt;line-height: 115%;mso-ascii-font-family:Calibri;mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family: Calibri;mso-bidi-language:GU">30/4/22 સુધીના સમયગાળામાં પદ્ધર જૂથ ગ્રામ પંચાયતના નામનું લેટર પેડ ઉપર સરંપચ અને તલાટીના સિક્કા લગાડી તથા તેમાં આરોપીઓએ પોતે સહીઓ કરીને પોલીસ સ્ટેશનમાં એવી રીતે રજૂ કર્યું કે, આરોપીઓ પદ્ધર ભુજ-કચ્છના રહેવાસી છે અને તેમની ઉપર કોઈ ફોજદારી કેસ નથી.તે મતલબનું સર્ટિફિકેટ કાઢી આપવા અરજી કરી અને પોલીસ તે દાખલાઓ સાચું માનીને નો ક્રિમીલેયર સર્ટિફિકેટ કાઢી પણ આપ્યું હતું.તેના આધારે આરોપી નવીન ભગીરથ યાદવે ભારતીય સેનામાં ગુજરાત રાજ્યમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી.પરંતુ આ કિસ્સો પ્રકાશમાં આવતા પદ્ધર જૂથ ગ્રામ પંચાયતના જે તે સમયના સરપંચના પતિ યોગેશભાઈ ખુંગલા એ પદ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આથી આરોપીને તા.22/11/26ના અટક કરી કોર્ટમાં રજૂ કરતાં ભુજના અધિક ચીફ જ્યુ.મેજિ.એ એવું તારણ આપ્યું કે, જો પોલીસ પાસે કોઈ ખોટો બનાવટી દસ્તાવેજી આધાર રજૂ થયો હોય તો શા કારણે પોલીસ પોતે ફરિયાદી બનેલી નહીં? અને બચાવ પક્ષેની રજૂઆતોને ધ્યાને લઈ આરોપીને પ્રોડકશન સમયે જ ચાર્જસીટ પહેલાં જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.સામાન્ય રીતે આવી ભારે કલમોમાં ચાર્જશીટ પહેલાં તેમજ મેજિસ્ટ્રેટ કક્ષાએ જામીન મળવા ખૂબ ઓછા કિસ્સામાં જોવા મળે છે.આ કેશમાં આરોપીઓ વતકી સંતોષસિંહ આર.રાઠોડ, ચિન્મય એચ.આચાર્ય, રોહિત એમ.મહેશ્રઢવરી, ભૂમિ પી.પંડયા, નિલેશ વી.જોશી વકીલ તરીકે હાજર રહી દલીલો કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang