• શનિવાર, 21 નવેમ્બર, 2026

ભુજની પાલારા જેલમાંથી મોબાઈલ-ચાર્જર મળી આવ્યા

ગાંધીધામ, તા. 20 : ભુજની પાલારા ખાસ જેલમાં વીસી વિભાગમાં દાણા ગોદામની બાજુમાં સૂકા ઘાસમાંથી મોબાઈલ, ચાર્જર મળી આવતાં બનાવ અંગે પોલીસ મથકે ગુનો દર્જ કરાયો હતો. ભુજની પાલારા ખાસ જેલમાં રહેલા બે કાચા કામના કેદીઓએ જેલરને સૂકા ઘાસમાં મોબાઈલ હોવાની બાતમી આપી હતી. જેથી જેલના કર્મચારીઓએ દાણા ગોદામની બાજુમાં સૂકા ઘાસમાં તપાસ કરતાં પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી. તેને ખોલીને તપાસ કરતાં તેમાં ઓપો કંપનીનો બે સિમકાર્ડ નાખી શકાય તેવો મોબાઈલ તથા એક ચાર્જર મળી આવ્યા હતા, જે જેલના કર્મચારીઓએ જપ્ત કર્યા હતા. બનાવ અંગે એન.આર. ચૌધરી જેલર ગ્રુપ-બેએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મોબાઈલની ચકાસણી અર્થે એફ.એસ.એલ.માં મોકલાવાયા તો કયા-કયા  આરોપી, કેદીઓ તથા જેલના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ? તે બહાર આવે તેમ છે તથા કેદીઓએ ગુનાહિત પ્રવૃત્તિ પ્રસ્થાપિત કરવા મોબાઈલનો ઉપયોગ કર્યો હશે કે કેમ? તે સહિતની વિગતો પણ બહાર આવી શકે છે. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd