• શનિવાર, 21 નવેમ્બર, 2026

જુણામાં અગાઉના ઝઘડાના મનદુ:ખે યુવાન પર હુમલો

ગાંધીધામ, તા. 20 : ભુજ તાલુકાના ખાવડા પંથકના જુણા હજામ વાંઢમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી ત્રણ શખ્સોએ એક યુવાન ઉપર ધોકા વડે  હુમલો કર્યો હતો. જુણા ગામમાં ગોડાણીવાસમાં રહેનાર હસન હાસમ સમા નામનો યુવાન પાણીના ટાંકા પાસે હતો ત્યારે તા. 18-11ના રાત્રિના ભાગે ઇશા સાધક સમા, પચાણ સાધક સમા અને હુશેન સાધક સમા નામના શખ્સો ત્યાં આવ્યા હતા અને અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી આ ત્રણેય શખ્સોએ ધોકા વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો. રાડારાડ થતાં આ શખ્સો ધમકી આપીને જતા રહ્યા હતા. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ભુજ લઇ જવાતાં તેને પગમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ હોવાનું બહાર આવ્યું હતું. આ ત્રણેય શખ્સો સામે અનશ હાસમ સમાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd