• મંગળવાર, 17 નવેમ્બર, 2026

જખૌના ખિદરત ટાપુ પર મંજૂરી વગર ગયેલા પાંચ માછીમાર ઝડપાયા

નલિયા, તા. 16 : જખૌ મરીન પોલીસ અને એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજે સંયુક્ત કામગીરી કરી સંવેદનશીલ ખિદરત ટાપુ પર વગર પાસ-પરમીટે પ્રવેશેલા પાંચ માછીમારને ઝડપી પાડયા છે. જખૌ મરીન પોલીસ અને એસઓજીની આ સંયુક્ત કામગીરીમાં જખૌના પી.આઈ. વી.એમ. ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટેશનથી પશ્ચિમે 1 કિ.મી. દૂર ખિદરત ટાપુ પાસે તપાસ કરાતાં `અજમેરી-26' (ઇન્ડિ.-જી.જે. 12-એમ.એમ.-668) બોટ કિનારે એન્કર કરેલી મળી હતી, જેમાંથી ત્રણ માછીમાર ટાપુ પર ઊતર્યા હતા અને બે બોટ પર રહી નજર રાખી રહ્યા હતા. મંજૂરી વગર ટાપુ પર જઈ કચ્છ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ મૂળ મોઢવા (તા. માંડવી) અને હાલે જખૌ બંદર રહેતા આધુ ગફુર ચબા (ઉ.વ. 25), ચબા કાદર જાકબ (39), ચબા ઉમર ગફુર (35), પાંજરી હારૂનરશીદ સુલેમાન (50) અને યબા મામદ જાકુ, (44) સામે ગુનો નોંધી અટકાયત કરાઈ છે. આ કામગીરીમાં એએસઆઈ જોરાવરાસિંહ ગગુભા જાડેજા, કોન્સ્ટેબલ લાલાભાઈ મગનભાઈ રબારી અને મેહુલભાઈ શંકરભાઈ જોડાયા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd