• મંગળવાર, 17 નવેમ્બર, 2026

રામપર રોહાના યુવાનનાં સગપણ તૂટી જતાં આવેશમાં આવી જીવ દીધો

ગેલડાના યુવાનને વીજ શોક ભરખી ગયો

ભુજ, તા. 15 : નખત્રાણા તાલુકાનાં રામપર રોહાના 30 વર્ષીય યુવાન ભીખાભાઈ વંકાભાઈ રબારીનાં સગપણ તૂટી જતાં તેનાં મન દુ:ખમાં આવેશમાં આવી ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. બીજી તરફ મુંદરા તાલુકાના ગેલડાના 40 વર્ષીય યુવાન કરશનભાઈ અરજણભાઈ દાતણિયાને દેશલપરની વાડીમાં વીજ શોક ભરખી ગયો હતો. નખત્રાણા તાલુકાના રામપર રોહામાં રહેતા ભીખાભાઈ રબારીનાં સગપણ સામાજિક કારણોસર તૂટી જતાં તેનું મન દુ:ખ તેને સતત રહેતું હતું. આથી આવેશમાં આવીને તેણે ગત તા. 13/11ના કોઈ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધીની વિગતો આજે નખત્રાણા પોલીસ મથકે તેના ભાઈએ જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. બીજીતરફ મુંદરા તાલુકાના ગેલડામાં રહેતા કરશનભાઈ દાતણિયાને ગઈકાલે તા. 14/11ના 10 વાગ્યાના અરસામાં જયરાજસિંહ કિશોરસિંહ જાડેજાની વાડી દેશલપર ખાતે આકસ્મિક રીતે વીજ કરંટ લાગતાં તેનું મૃત્યુ થયાની વિગતો આજે તેના પુત્ર વિજયેશે મુંદરા પોલીસ મથકે જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આદરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd