• રવિવાર, 08 નવેમ્બર, 2026

કુકમામાં માદક પદાર્થ ગાંજા સાથે દંપતીની ધરપકડ કરતી પોલીસ

ભુજ, તા. 8 : તાલુકાના કુકમામાં એક મકાનમાં પોલીસે છાપો મારી રૂા. 39,000ના ગાંજા સાથે દંપતીને પકડી પાડયું હતું, જ્યારે નખત્રાણામાં ભુજ તાલુકાના માધાપરનો શખ્સ માદક પદાર્થ ગાંજો અને ચલમ સાથે ઝડપાયો હતો. કુકમા ગામમાં ખેતરપાળ મંદિર પાછળ રહેનાર સલેમાન ઉર્ફે સુલેમાન ઉર્ફે સલો ઉર્ફે સલીયો, ઉર્ફે સલીમ સુમાર બાફણ નામનો શખ્સ માદક પદાર્થનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી હતી. આ શખ્સને પકડી તેને સાથે રાખી ઘરની તપાસ કરવામાં આવી હતી. આ શખ્સના મકાનમાં શેડ નીચે રેતીમાં ઝીપલોકવાળી પ્લાસ્ટિકની થેલીઓ, બાથરૂમની છત પરથી પડીકીઓ મળી આવી હતી તથા એક અન્ય બોક્સમાંથી પણ માદક પદાર્થ મળ્યો હતો. એફ.એસ.એલ. અધિકારીએ આવીને ખરાઇ કરતાં આ પદાર્થમાં કેનાબિસની હાજરી હોવાનો અભિપ્રાય આપ્યો હતો. માદક પદાર્થનું વજન કરાવતાં રૂા. 39,000નો 780 ગ્રામ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. આ પદાર્થ સલીમ તથા તેની પત્ની સિરીનબેન વેચતા હતા. મહિલાને નોટિસ પાઠવી પોલીસ મથકે હાજર થવા જણાવાયું હતું. આ માદક પદાર્થ અંજાર ખાતેથી કોઇ અજાણ્યા શખ્સ પાસેથી લાવી અહીં છૂટકમાં તેનું વેચાણ કરાતું હોવાનું બહાર આવ્યું હતું. અંજારના શખ્સને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી તરફ ગઇકાલે સાંજે નખત્રાણા એસ.ટી. વર્કશોપની બાજુમાં આવેલી ઘેટા ફાર્મની પડતર જગ્યામાં દરગાહવાળી જગ્યામાં શ્રવણસિંહ શંભુભા વાઘેલા (રહે. શિવ ડેરીની સામે, માધાપર, તા. ભુજ)ને માદક પદાર્થ 33.58 ગ્રામ કિં. રૂા. 1679, માટીની ચલમ, કપડાના ટુકડા, સિગારેટ-બીડી  અને એક મોબાઇલ કિં. રૂા. 5000 તથા રોકડ રૂા. 840ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ઝડપી એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd