• રવિવાર, 08 નવેમ્બર, 2026

ગાંધીધામમાં સિંધી સમાજ દ્વારા હટડી પૂજનની પરંપરા આજેય અકબંધ

ગાંધીધામ, તા. 8 : વિવિધ પ્રાંતના લોકો દીપોત્સવી પર્વની અનોખી રીતે ઉજવણી કરે છે, ત્યારે જિલ્લાના આર્થિક પાટનગર તરીકે ઓળખાતાં ગાંધીધામ સંકુલમાં બહોળી વસ્તી ધરાવતા સિંધી સમાજ દ્વારા  દિવાળી નિમિત્તે અનોખી હટડી પૂજન કરવામાં આવે છે.  વિભિન્ન પ્રાંતના લોકો દિવાળી પર્વની અનોખી ઊજવણી કરે છે  ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ  મોટી સંખ્યામાં સિંધ પ્રાંતથી  સિંધી સમુદાયના લોકો ગાંધીધામમાં સ્થાઈ થયા  હતા. સિંધી સમાજના લોકો દ્વારા ઉમંગ અને આસ્થાભેર દીપાવલિના દિવસોમાં પરંપરાગત-`હટડી'ની પૂજા કરવામાં આવે છે. દિવાળીના તહેવારોને લઈને ગાંધીધામની મુખ્ય બજારમાં દીવડા, ગૃહ સુશોભનની અવનવી વસ્તુઓ સહિતની ખરીદી માટે  લોકોની અવરજવર વધતાં બજારની રોનક પાછી આવતા વેપારીઓને સારા વેપારની આશા બંધાઈ છે. આદિપુર અને ગાંધીધામની મુખ્ય બજારમાં  વિવિધ સ્થળે  મળતી હાટડીની સિંધી સમાજના લોકો ઉમંગ અને ઉત્સાહભેર  ખરીદી કરે છે. સિંધુ  પ્રેમ ટ્રસ્ટના નિશાંત 2મેશભાઈ ધનવાણીએ વિગત આપતા જણવ્યું કે, સિંધી સમાજના મોટાભાગના લોકો વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે જોડાયેલા છે. વેપારમાં વૃદ્ધિ અને સુખમાં સમુદ્ધિ માટે દીપોત્સવી પર્વના દિવસોમાં ત્રણ દિવસ હટડી પૂજન કરવામાં આવે છે. ઘરમાં જેટલા પુરુષ સભ્યો હોય, તેટલી હટડીનું પૂજન  કરવામાં આવે છે.`હટડી' એટલે હઠ (દુકાન) થાય છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd