• રવિવાર, 08 નવેમ્બર, 2026

હવે `ભેળસેળિયા' આઈસક્રીમ સામે ઝુંબેશ

અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં લાંબા સમયથી મોંઘીદાટ રેસ્ટોરાં અને હોટેલ્સથી માંડીને રેંકડી પર લોકોને પીરસાતા એનાલોગ પનીર, ચીઝ અને માખણ સામે રાજ્યના આરોગ્ય વિભાગે હાથ ધરેલી ઝુંબેશ બાદ હવે આગામી ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા રિયલ મિલ્ક આઇક્રીમના નામે વેચાતા ભેળસેળીયા આઇસક્રીમ સામે આવી જ અસરકારક ઝુંબેશ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભારતીય ફૂડ સેફ્ટી ઓથોરિટીએ નિયત કરેલા ધોરણો પ્રમાણે, આઇક્રીમ દૂધમાંથી જ બનેલો હોવો જોઇએ અને તેના માટે દૂધની 10 ટકા ફેટ, 3.5 ટકા પ્રોટિન હોવા જોઇએ. આવા તત્વો હોય તો જ તે પ્રોડક્ટ પર આઇસક્રીમ એમ લખીને વેચી શકાય છે. જોકે,  દેશભરમાં વેચાતા આવા આઇક્રીમની સાથે કેટલીક કંપનીઓ ફ્રોઝન ડેઝર્ટ્સને પણ આઇક્રીમના નામે વેચાણ કરે છે અને લોકો આઇક્રીમ સમજીને આરોગી રહ્યા છે. આ સ્થિતિનો લાભ લેભાગુ તત્વો મોટા  પાયે ઉઠાવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના અનેક વિસ્તારોમાં પામોલિન તેલ અથવા તો તેવા જ અન્ય સંદિગ્ધ તેલ, વેજીટેલબલ ફેટ્સ, વેજીટેબલ્સ અથવા તો અન્ય પ્રકારના ફેટ્સનો ઉપયોગ કરીને ફ્રોઝન ડેઝર્ટ્સને રિયલ આઇક્રીમના નામે સપ્લાય કરવામાં આવી રહ્યા હોવાની જાણકારી મળી છે. હવે આરોગ્ય વિભાગ આ સંદર્ભે ટૂંક સમયમાં અસરકારક કામગીરી માટે પગલાં લેવા જઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી જાહેર આરોગ્ય સામે સંભવિત ગંભીર ખતરા અને રોગ સંદર્ભે આરોગ્ય  વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં માલુમ પડ્યું કે, જંક ફૂડના વધતાં જતાં ચલણની સાથોસાથ એમાં વપરાતા પનીર, ચીઝ અને બટરમાં ખાદ્ય અને અખાદ્યતેલ, અન્ય કેમિકલ્સ, ડિટર્જન્ટ વગેરેના ઉપયોગ થઇ રહ્યા છે. એક તરફ રાજ્ય ડેરી ક્ષેત્રે નામના ધરાવે છે અને અમુલ બ્રાન્ડ હેઠળ વર્ષે ડેરીઓમાં દૂધ ભરતા પશુપાલકોને સવા લાખ કરોડથી વધુની કમાણી થઇ રહી છે તેમ છતાંય બ્રાન્ડેડ પનીર, દૂધ, બટર અને ચીઝના વેચાણના પ્રમાણમાં વપરાશમાં ઘણો તફાવત રહે છે. આથી આરોગ્ય વિભાગ હેઠળના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ રેસ્ટોરન્ટ્સ, રેંકડીઓ, હોટેલ્સ તેમજ કેટરર્સ દ્વારા પિરસાતા આવી ખાદ્ય ચીજોના નમુના લેવામાં આવ્યા હતા. આ નમુનાઓમાં ખરેખર દૂધમાંથી બનતા પનીર અને મોટાભાગની હોટેલ્સ, રેસ્ટોરાંમાં પિરસાતા પનીર, ચીઝ, બટરમાં દૂધના પ્રમાણ નહીવત અને અન્ય જોખમી તત્વોનું પ્રમાણ મોટા પાયે મળી આવતાં આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરીએ આરોગ્ય વિભાગને તાકીદે સૂચના આપી હતી. આથી રાજ્યથી માંડીને દરેક મહાનગરો, નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd