• રવિવાર, 08 નવેમ્બર, 2026

નાગર અને નાગર બ્રાહ્મણના 40 સંયુક્ત પરિવારોનું બહુમાન કરાયું

ભુજ, તા. 7 : સમસ્ત નાગર જ્ઞાતિ તેમજ નાગર બ્રાહ્મણના સંયુક્ત પરિવાર સાથે રહેતા 40 જેટલા પરિવારોનો અભિવાદન સાથે બહુમાન કાર્યક્રમ હાટકેશ સેવા મંડળ, અંબિકા મહિલા મંડળ અને ગીતાજી કેન્દ્ર દ્વારા ધનતેરસની પૂર્વ સંધ્યાએ યોજાયો હતો. સિનિયર એડવોકેટ શંકરભાઈ સચદે, નાગર જ્ઞાતિના પૂર્વ સેક્રેટરી અવિનાશભાઈ વૈદ્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયેલ હતો. શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે, આજના સમયમાં પણ સન્માનિત થનાર પરિવારોએ જૂની પ્રણાલિકા જાળવી રાખી એ જ્ઞાતિ માટે ગૌરવની વાત છે. નાગર જ્ઞાતિના પૂર્વ મંત્રી અવિનાશભાઈ વૈદ્યએ જણાવ્યું હતું કે, હાટકેશ સેવા મંડળ દર વર્ષે નિયમિત રૂપે દિવાળીના તહેવાર નિમિત્તે જ્ઞાતિજનોને એકઠા કરીને વિવિધ કાર્યક્રમો યોજી સૌને સન્માનિત કરે છે. જયશ્રીબેન હાથીએ સૌનું સ્વાગત કર્યું હતું. શ્રી સચદે, શ્રી વૈદ્ય, પરિમલભાઈ પાઠક, હેમાંશુભાઈ અંતાણી, બંસરીબેન ધોળકિયા, પ્રિયવદનભાઈ વૈદ્ય, પંકજબેન વછરાજાની, રોહિતભાઈ પાઠકના વડપણ હેઠળ પરિવારનું સન્માન પત્ર, સાકર નાળિયેર અને હાટકેશ ખેસ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંયુક્ત પરિવાર વતી પુર્ણિમાબેન પાઠકે હાટકેશ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળની વિવિધ પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ બંને સંસ્થાઓનો આભાર માન્યો હતો. ડો.ગિરીનભાઈ બક્ષી, ક્ષમાબેન વૈદ્ય, કાદમ્બરીબેન ધોળકિયા, ગીતાબેન વૈદ્ય,ધારાબેન આચાર્ય, હેમલબેન સ્વાદિયા, પ્રવિણાબેન અંજારિયા, ધૈર્યભાઈ છાયા, હેમાબેન ભટ્ટ, જાગૃતીબેન પટણી, હીનાબેન પાઠક, વૈશાલીબેન ત્રિવેદી, ખેવનાબેન પાઠક, વીણાબેન ધોળકિયા, માલતીબેન પાઠક, વત્સલાબેન શુક્લ, સુજ્ઞાબેન બક્ષી, અવનીબેન પટણી વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન વિભાકરભાઈ અંતાણીએ જ્યારે આભાર વિધિ જીતેન્દ્રભાઈ છાયાએ કરી હતી. ભુજ, ગાંધીનગર, આદિપુર વગેરે સ્થળોએથી પણ પરિવારોએ ભાગ લીધો હતો. એવું આશિષ વૈદ્યેએ જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd