કોઠારા (તા.અબડાસા), તા. 8 : અબડાસા તાલુકાના
10 જેટલા ગામોના લોકો ખરીદી માટે
કોઠારા આવે છે અને આ પંથકના વાડી વિસ્તારમાં કપાસ વીણવા માટે આવતો મજૂર વર્ગ(ચુસિયા)
દિવાળીના દિવસે ખરીદી માટે નીકળતા સાંજ સુધીમાં મીઠાઈ ખલાસ થઈ ગઈ હતી. કોઠારામાં છેલ્લી
ઘડીએ ઘરાકી નીકળતા બજાર મજૂર વર્ગથી ઉભરાઈ હતી. કપાસ વીણવા માટે ઉતર ગુજરાત અને રાજ્ય
બહારનો મજૂર વર્ગ આવતે હોય છે અને તેઓ દિવાળીની ઉજવણી અહીં જ કરતા હોય છે. આ મજૂર વર્ગ
(ચુસિયા) દિવાળીના દિવસે સવારથી જ ખરીદી માટે કોઠારાની બજારમાં ઉમટી પડયા હતા. વેપારી
નીતિન ઠક્કર કહે છે કે, અંદાજે 12 લાખની મીઠાઈનું વેચાણ થયું
છે. તો, સુરેશ અગ્રવાલ કહે છે કે, કોઠારા આસપાસ વાડી વિસ્તારમાં હરિયાણાના મજૂર વર્ગની નોંધપાત્ર વસ્તી છે,
જેથી ખાસ હરિયાણાથી પેઠા, રસગુલ્લા, ગુલાબ જાંબુ સહિત 1500 કિલો મીઠાઈ લઈ અવાઈ હતી, જે દિવાળીના દિવસે સાંજ સુધીમાં ખલાસ થઈ ગઈ હતી. શૈલેષ ઠક્કર કહે છે કે,
ફટાકડાની ખરીદીમાં પણ છેલ્લી ઘડીએ ઘરાકી નીકળી હતી. નોંધનીય છે કે, હરિયાણાનો
મજૂર વર્ગ(ચુસિયા) વાડીઓમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી કપાસ વીણવાનું કામ કરતા હોઈ
દિવાળીના રજાના દિવસે ખરીદી માટે નીકળી પડતા કોઠારાની બજારમાં વહેલી સવારથી મોડી સાંજ
સુધી ચહલ-પહલ રહી હતી.