• રવિવાર, 08 નવેમ્બર, 2026

રણોત્સવ માટેના 45 ઊંટને રસી અપાઇ

ભુજ, તા. 8 : રણોત્સવમાં દેશ-વિદેશના પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે. પ્રવાસીઓ રણનાં વાહન ઊંટ ઉપર સવારીનો આનંદ માણતા હોય છે. આવા 45 ઊંટનો હેલ્થ ચેકઅપ કેમ્પ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા યોજાયો હતો. ધોરડો સ્થિત ટેન્ટસિટી ખાતે સહેલાણીઓને સફેદ રણમાં પ્રવાસ કરાવનારા ઊંટોને ફિટોડા, ઝેર બાજ અને ખાજી વિરોધી રસીકરણ ભીરંડિયારાના પશુ ચિકિત્સા અધિકારી ડો. પલક વૈદ્ય, ખાવડાના પશુધન નિરીક્ષક તુષાર નંદાણિયા, કાસમ ગુલાબી તથા અન્ય સ્ટાફ દ્વારા કરાયું હતું. સહેલાણીઓને ઊંટની બીમારીના ચેપથી બચાવવા આરોગ્ય કેમ્પનું આયોજન જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની સૂચનાથી જિલ્લા પશુપાલન અધિકારી ડો. આર. ડી. પટેલનાં માર્ગદર્શન હેઠળ કરાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd