• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

ઘાણીથરમાં કેનાલ પાસેથી તસ્કરો મોટર ચોરી ગયા

ગાંધીધામ, તા. 19 : રાપર તાલુકાના ઘાણીથર પાસે તસ્કરો મોટર ચોરી ગયા હતા. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 14ના  રાત્રિના અરસામાં બન્યો હતો. ગામની સીમમાં નર્મદા કેનાલ ઉપર ખુલ્લી મુકેલી સબ મર્શીબલ મોટર તસ્કરો તફડાવી ગયા હતા. ચોરાઉ મોટરની કિંમત રૂા. 45 હજાર આંકવામાં આવી છે. પોલીસે શામજીભાઈ મોહનભાઈ કોલીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd