ભુજ, તા. 5 : મુંદરામાં એ.સી. તથા ઈલેકટ્રીક
વસ્તુ ઉપયોગની દુકાન આગળ રાખેલા બે એ.સી. આઉટડોર યુનિટની ઉઠાંતરી થયાનો બનાવ સામે આવ્યો
છે. મુંદરાના ઋષભનગરમં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલવાળી ગલીમાં સત્કાર શોપિંગની બાજુમાં જયમાતાજી
એન્ટરપ્રાઈઝ નામની દુકાનની આગળ રાખેલા બે એ.સી.ના આઉટડોર યુનિટ જેની કુલ્લ કિ.રૂા.
45000વાળા ગત તા. 3-9ના મધ્યરાત્રે કોઈ અજાણ્યા
ચોર ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ મુંદરા પોલીસ મથકે જયકુમાર માવાણી (પટેલ)એ નોંધાવી
હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.