• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

મુરચબાણમાં ગેરકાયદે ખનન પર ધોંસ

ભુજ, તા.પ : લખપત તાલુકાના મુરચબાણમા ચાલતા ગેરકાયદે ખનન પર વહીવટી તંત્રે મધ્ય રાત્રે ધોંસ બોલાવી હતી. બે હીટાચી એક્સવેટર અંદાજે કિ. રૂા. 1.60 કરોડની કિંમતના જપ્ત કરાયા હતા અને સ્થળ ખનિજ ભરતા બે ટ્રક પણ મળી આવ્યા હતા.  ગેરકાયદે ખનનની બાતમીના આધારે એસડીએમ ઉત્કર્ષ ઉજ્જવલ અને તેમની ટીમ દ્વારા ગત તા. 04.09ના મધ્ય રાત્રે અંદાજે 1:40 વાગ્યે લખપત તાલુકાના મુરચબાણ ગામે આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો.  આ દરોડા દરમિયાન ગેરકાયદે ખનન કરતા અંદાજે રૂ. 1.60 કરોડ કિંમતના બે હિટાચી એક્સકેવેટર સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા. સ્થળ પર ગેરકાયદે ખનન કરાયેલી ખનિજ ભરતી બે ટ્રકો પણ મળી આવી હતી, પરંતુ કાર્યવાહી શરૂ થતાં તેઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સ્થળ પર મોટા પાયે ગેરકાયદે ખનન થયેલા બે ખાડાઓ મળી આવ્યા હતા, જેની અંદાજિત માપ અનુક્રમે 350 # 250 # 50 ફૂટ અને 350 # 100 # 40 ફૂટ છે. ખનન કરાયેલા ખનિજના ચોક્કસ જથ્થાનું નિર્ધારણ ભૂસ્તરશાસ્ત્રી દ્વારા વિગતવાર માપણી બાદ કરવામાં આવશે. આ ઉપરાંત ચાર અલગ અલગ સ્થળોએ અંદાજે 2,120 મેટ્રિક ટન બેન્ટોનાઇટનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો. હાલ સ્થળ પંચનામું, જપ્તી સહિતની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદે ખનન થયેલા ખનિજના ચોક્કસ જથ્થા અને લાગુ પડતી દંડનીય રકમનો અંતિમ નિર્ણય ભૂસ્તરશાસ્ત્રી દ્વારા વિગતવાર માપણી બાદ કરવામાં આવશે. મુરચબાણ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે ખનનને અંકુશમાં લેવા માટે આ કાર્યવાહીને એક મહત્વપૂર્ણ અને મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેવું વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે. 

Panchang

dd