• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

ચેક પરતના કેસમાં રવાપરના આરોપીને એક વર્ષની કેદ

ભુજ, તા. 9 : ચેક પરત ફરવાના કેસમાં રવાપરના આરોપી મનોજ મોહનલાલ શાહને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે.  આ કેસની ટૂંક વિગતો મુજબ રવાપરના રવજીભાઈ વિશનજી સોની પાસેથી મિત્રતાના સંબંધે આરોપી મનોજ મોહનલાલ શાહ (રહે. રવાપર)એ રૂા. 50 હજાર હાથઉછીના લીધા હતા. જે ચૂકવવા આરોપીએ ફરિયાદીને ત્રણ ચેક આપ્યા હતા. જે પરત ફરતા દાખલ થયેલા કેસમાં નખત્રાણાના અધિક ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા દંડ રૂા. 50,000 વળતર પેટે ફરિયાદીને એક માસમાં ચૂકવી આપવા અને ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદી તરફે એડવોકેટ નીકેશ મોહનભાઈ ઠક્કર હાજર રહ્યા હતા.

Panchang

dd