• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

સામત્રા : બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં યુવાનનું મોત

ભુજ, તા. 9 : તાલુકાના સામત્રાનો 29 વર્ષીય યુવાન મનોજ ખમુ મહેશ્વરી ગઇકાલે એક્ટિવાથી માનકૂવાથી સામત્રા આવતો હતો, ત્યારે  રસ્તામાં બોલેરોએ  ટક્કર મારતાં ગંભીર ઇજાના પગલે મનોજનું મૃત્યુ નીપજ્યું હતું. સામત્રાનો મનોજ તેના કબજાનાં એક્ટિવા નં. જીજે-12-એચજે-2817થી ગઇકાલે રાતે 9.30 વાગ્યાના અરસામાં માનકૂવાથી  સામત્રા આવતો હતો, ત્યારે  ભૂમિ પેટ્રોલપંપ પાસે બોલેરો ગાડી નં. જીજે-12-સીટી-7690વાળીએ ટક્કર મારતાં મનોજ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આથી તેનો કાકાઇ ભાઇ કિશોર લાલજી મહેશ્વરી તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હોસ્પિટલની પોલીસ ચોકીમાં વિગતો જાહેર કરાઇ હતી.

Panchang

dd