ગાંધીધામ, તા. 31 : આડેસર પોલીસ ચેકપોસ્ટ પરથી
એક ટ્રેઇલરચાલકને પકડી પાડી તેની પાસેથી પોલીસે રૂા. 1724ના પોષડેડાની ભૂકી જપ્ત કરી
હતી.આડેસર ચેકપોસ્ટ ઉપર હેડકવાર્ટરમાં ફરજ બજાવતા પી.એસ.આઇ બી. વી. ગાગિયા અને અન્ય
સ્ટાફ વાહન ચેકિંગમાં હતા દરમ્યાન ટ્રેઇલર નંબર પી.બી.-05-વી.-9758ને રોકાવી ચાલક સુખદેવસિંઘ
સુરજિતસિંઘ જાટ (શીખ)ની તપાસ કરતાં તેની પાસેથી પોષડેડાની ભૂકી મળી આવી હતી, જે અંગે એફએસએલ અધિકારીને બોલાવી ખરાઇ કરાવતાં
આ માદક પદાર્થ પોષડેડાની ભૂકી હોવાનું પ્રાથમિક પૃથક્કરણમાં બહાર આવ્યું હતું. પંજાબથી
ચોખા ભરી કંડલા બંદરે જતા આ ચાલકે રાજસ્થાનના ફલોદી નજીક એક બંધ હોટેલ પાસે 25થી 30 વર્ષીય અજાણ્યા શખ્સ પાસેથી આ ભૂકી લીધી હોવાનું બહાર આવ્યું
હતું. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.