• રવિવાર, 28 જૂન, 2026

વરસામેડી : ગાડીમાંથી 4.57 લાખનો શરાબ જપ્ત

ગાંધીધામ, તા. 27 : અંજાર તાલુકાના વરસામેડી સીમમાંથી પોલીસે એક ગાડીમાંથી રૂા. 4.57 લાખનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીમાં આ ગુનામાં સામેલ આરોપી પોલીસને હાથતાળી આપી નાસવામાં સફળ રહ્યો હતો. શાંતિધામથી ગળપાદર બાજુ કાળા રંગની સ્કોર્પિયોમાં  અંગ્રેજી દારૂની હેરફેર થતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન શાંતિધામ વિસ્તારમાં બુધવારી બજારમાં પાસે મળેલી હકીકતવાળી ગાડીમાંથી  ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં 8 પી.એમ. રેર વ્હીસ્કી 180 એમ.એલ.ની બોટલ નંગ 793 કિં. રૂા. 1,25,913 તથા 8 પી.એમ. રેર વ્હીસ્કી 750 એમ.એલ.ની બોટલ નંગ 50 કિં. રૂા. 28,250, ગ્રીન લેબલ એક્સપોર્ટ વ્હીસ્કી 750 એમ.એલ.ની બોટલ નંગ 180 કિં. રૂા. 1,01,700, ગ્રીન લેબલ એક્સપોર્ટ વ્હીસ્કી 180 એમ.એલ. બોટલ નંગ 720 કિં. રૂા. 1,01,520, વિન્ટેજ જામુન વોડકા 180 એમ.એલ.ની બોટલ નંગ 144 કિં. રૂા. 18 હજાર, ઓફિસર ચોઈસ વ્હીસ્કી 750 એમ.એલ.ની બોટલ નંગ 72 કિં. રૂા. 49,392, વાઈટ લેશ વોડકા 180 એમ.એલ.ની બોટલ નંગ 224 કિં. રૂા. 22,400, કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયર 500 એમ.એલ.ના ટીન નંગ 96 કિં. રૂા. 9,984 સાથે સાત લાખની કિંમતની ગાડી સાથે કુલ રૂા. 11,57,159નો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. આ દરોડામાં ગુનામાં સામેલ આરોપી રાહુલ વિનોદ ચૌહાણ (રહે. ગળપાદર, ગાંધીધામ) પોલીસના હાથમાં આવ્યો ન હતો. પોલીસે પકડેલો દારૂનો જથ્થો ક્યાંથી, કોણ આપી ગયો  તેમજ આ ગુનામાં અન્ય આરોપી સામેલ છે કે સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.  નોંધપાત્ર છે કે, અંજાર પંથકમાં છેલ્લા લાંબા સમયથી દારૂની બદીએ માથું ઊંચક્યું છે, તેવી ફરિયાદો સમયાંતરે ઊઠી છે, તો બીજી કાયદા રક્ષકોના આ બદીને નાથવા માટેના સતત પ્રયાસો હાથ ધર્યા છે.  

Panchang

dd