ગાંધીધામ, તા. 27 : શહેરમાં અગમ્ય કારણોસર દશરથભાઈ સવાભાઈ દેવીપૂજક (ઉ.વ. 26)એ ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. કાર્ગો બાપા સીતારામ નગરમાં રહેતા દશરથભાઈએ પોતાના
ઘરમાં ગત તા. 26/6ના બપોરે દોઢ વાગ્યાના પહેલાં
કોઈ પણ સમયે ગળેફાંસો ખાધો હતો. તેમને રામબાગ સરકારી હોસ્પિટલ ખાતે ફરજ ઉપરના તબીબ
ડો. પ્રિયા પગડાલાએ મૃત જાહેર કર્યા હતા. આ
યુવાને ક્યા કારણોસર આ પ્રકારનું અંતિમ પગલું ભરી લીધું હશે તે જાણવા માટે પોલીસે અકસ્માત
નોંધના આધારે વધુ તપાસ હાથ ધરી છે.